________________
શ્રમણ કથાઓ
વર્ષાલક્ષ્મીની વિકુર્વણા કરેલી છે, તેથી મારી નાની માતા ધારિણી દેવી પોતાના અકાળ દોહદને પૂર્ણ કરી શકે છે.
ત્યારપછી શ્રેણિક રાજા અભયકુમાર પાસેથી આ વાતને સાંભળી, મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
૧૭૫
હે દેવાનુપ્રિયે જલ્દીથી રાજગૃહનગરના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, મહાપથો અને સામાન્ય પો આદિને જળ વડે સીંચીને, પુનઃ સીંચીને શૂચિભૂત કરી, સાફસ્વચ્છ કરી, લીંપીને – યાવત્ – ઉત્તમ સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરી ગંધવર્તિકાની સમાન કરો, બીજા પાસે કરાવો અને આ પ્રમાણે કરીને—કરાવીને મારી આજ્ઞા મને પાછી આપો.
ત્યારબાદ તે કૌટુંબિક પુરુષો શ્રેણિક રાજાની આ વાતને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત, પ્રીતિયુક્ત મનવાળા, પરમસૌમનસ, હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને તે આજ્ઞાને પાછી સોંપે છે. ત્યારપછી તે શ્રેણિક રાજા બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ઉત્તમ અશ્વ, હાથી, રથ અને યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાને તૈયાર કરો અને સેચનક ગંધહસ્તિને સજાવો. તેઓ પણ તે પ્રમાણે કરીને – યાવત્ – આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારપછી તે શ્રેણિક રાજા જ્યાં ધારિણીદેવી હતી, ત્યાં આવ્યા, આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે ગર્જનાયુક્ત, વિદ્યુત્યુક્ત, જળકણોયુક્ત દિવ્ય વર્ખલક્ષ્મી પ્રગટ થઈ છે. તેથી હે દેવાનુપ્રિયે ! તમે મારા અકાળ દોહદની પૂર્તિ કરો.
-
ત્યારપછી તે ધારિણીદેવી શ્રેણિકરાજાના આ કથનને સાંભળીને હર્ષિત-સંતુષ્ટ થઈ, જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવી, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો, સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને ત્યારપછી – પગમાં ઉત્તમ ઝાંઝર, કેડમાં કંદોરો, ગળામાં હાર, હાથોમાં કડા, આંગળીઓમાં વીંટી પહેરી, વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધોથી હાથ સ્તંભિત કર્યાં – યાવત્ આકાશ સ્ફટિક મણિની સમાન પ્રભાવાળા વસ્ત્ર ધારણ કર્યા, કરીને સેચનક ગંધહસ્તી પર આરૂઢ થઈને અમૃત મંથનથી ઉત્પન્ન ફીણસમૂહ સમાન શ્વેત ચામરોના વાળ રૂપી વીંઝણાથી વીંઝાતી રવાના થઈ.
-
ત્યારપછી શ્રેણિક રાજાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – સુસજ્જિત થઈને શ્રેષ્ઠ હસ્તિના સ્કંધ પર આરૂઢ થઈને કોરંટપુષ્પોની માળાવાળા છત્રને મસ્તક પર ધારણ કર્યું, ચાર ચામરાથી વિંઝાતા એવા તેણે ધારિણીદેવીનું અનુગમન કર્યું.
ત્યારપછી શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસેલા શ્રેણિક રાજા દ્વારા પાછળ—પાછળ અનુગમન કરાતી તે ધારિણીદેવી ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેનાથી સંપરિવૃત્ત થઈને ચારે તરફ મહાન્ સુભટોના સમૂહથી પરિવેષ્ટિત સમગ્ર સમૃદ્ધિ, સર્વદ્યુતિ – યાવત્ – દુંદુભિનાદના નિર્દોષની સાથે રાજગૃહ નગરના શ્રૃંગાટકો, ત્રિકો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org