________________
૧૭૪
આગમ કથાનુયોગ-૩
ત્યારપછી પંચરંગી અને ઘુંઘરુંવાળા ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલ તે દેવે આકાશમાં સ્થિત થઈને અભયકુમારને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! હું તમારા પૂર્વભવનો મિત્ર અને સૌધર્મકલ્પવાસી મહાન્ ઋદ્ધિ ધારક દેવ છું, જેને તમે પૌષધશાળામાં અઠમ ભક્ત તપ ગ્રહણ કરીને વારંવાર મનમાં સ્મરણ કરીને રહ્યા છો. તે કારણથી હે દેવાનુપ્રિય ! હું શીધ્ર અહીં આવેલ છું. હે દેવાનુપ્રિય! બતાવો કે, હું તમારું કયું ઇષ્ટ કાર્ય કરું ? તમને શું આપું ? તમારા સંબંધીને શું આપું? તમારું મનોવાંછિત શું છે ?
ત્યારપછી તે અભયકુમાર આકાશમાં રહેલા પોતાના પૂર્વભવના મિત્રદેવને જુએ છે, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થતો એવો પૌષધને પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી આ પ્રમાણ બોલ્યો
હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, મારી નાની માતા ધારિણીદેવીને આવા પ્રકારનો આ અકાળ દોહદ ઉત્પન્ન થયો છે – “તે માતા ધન્ય છે... ઇત્યાદિ પૂર્વ વર્ણન સમાન અહીં બધું કથન સમજવું – યાવત્ – વૈભાર ગિરિની તળેટીમાં ચારે તરફ સર્વત્ર પુન પુનઃ પરિભ્રમણ કરતી એવી પોતાના દોહદને પૂર્ણ કરે છે, તો હું પણ આ પ્રમાણે મેઘનો ઉદય થવાથી – યાવત્ – મારા દોહદને પૂર્ણ કરું – તો હે દેવાનુપ્રિય ! આ પ્રકારના આ અકાળ દોહદને પૂર્ણ કરો. ૦ દેવ દ્વારા ઘારિણીના દોહદની પૂર્તિ :
ત્યારપછી તે દેવે અભયકુમારના આ કથનને સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થઈને અભયકુમારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે નિશ્ચિત રહો અને વિશ્વાસ રાખો. હું તમારી નાની માતા ધારિણી દેવીના આ પ્રકારના અકાલ દોહદની પૂર્તિ કરી દઈશ.
આ પ્રમાણે કહીને તે દેવ અભયકુમારની પાસેથી નીકળે છે, નીકળીને ઇશાન ખૂણામાં વૈભાર પર્વત પર જઈને ઉત્તર વૈક્રિય સમુદુઘાત કરે છે, કરીને સંખ્યાત યોજન દંડને કાઢે છે – યાવતું – બીજી વખત પણ વૈક્રિય સમઘાત કરે છે, કરીને તુરંત જ ગર્જના યુક્ત, વિદ્યુત્ યુક્ત, જળબિંદુ યુક્ત, પાંચ વર્ણવાળા મેઘોની ધ્વનિથી શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મીની વિક્રિયા કરે છે, વિક્ર્વીને જ્યાં અભયકુમાર છે, ત્યાં આવ્યો, આવીને અભયકુમારને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે મેં તમારી પ્રીતિને વશ થઈને ગર્જનાયુક્ત, જલબિંદુયુક્ત, વિદ્યુતયુક્ત દિવ્ય વર્ષાલક્ષ્મીની વિફર્વણા કરી છે. તેથી હે દેવાનુપ્રિય ! તમારી લઘુમાતા ધારિણીદેવી હવે આવા પ્રકારના આ અકાલ દોહદને પૂર્ણ કરી શકશે.
ત્યારપછી તે અભયકુમાર તે પૂર્વભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દેવની વાતને સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના ભવનથી નીકળે છે, નીકળીને
જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે, આવીને બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યો
હે તાત ! આ પ્રકારે મારા પૂર્વભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દેવે તુરંત ગર્જનાયુક્ત, વિદ્યુત્યુક્ત, (જળબિંદુયુક્ત) પંચવર્ણોના મેઘોની ધ્વનિથી શોભિત દિવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org