________________
૧૪૨
આગમ કથાનુયોગ-૩
શુદ્ધિ થતી નથી.
હે સુદર્શન ! જેમ કોઈપણ નામવાળો કોઈ પુરષ એક મોટા લોહીલિપ્ત વસ્ત્રને સાજીના ખારના પાણીમાં ભિંજવે, ભિંજવીને ચૂલે ચઢાવે, ચડાવીને ઉકાળે, ત્યારપછી શુદ્ધ જળ વડે ધુવે, તો નિશ્ચયથી હે સુદર્શન ! તે લોહીલિપ્ત વસ્ત્ર સાજીના ખારના પાણીમાં ભીંજાઈ, ચૂલા પર ચડીને ઉકળે અને શુદ્ધ જળ વડે પ્રક્ષાલિત થઈને શુદ્ધ થાય છે ?
હાં, ભગવન્! થઈ જાય છે.
એ જ પ્રમાણે હે સુદર્શન ! અમારા ધર્મ અનુસાર પણ પ્રાણાતિપાત વિરમણ યાવત બહિદ્વાદાન વિરમણથી શુદ્ધિ થાય છે. જેમ પેલા લોહીલિપ્ત વસ્ત્રની સાજીના ખારના પાણીમાં ભીંજાવાથી અને ચૂલા પર ચડાવીને ઉકાળ્યા પછી શુદ્ધ જળ વડે ધોવાથી શુદ્ધિ થાય છે. ૦ સુદર્શનની વિનયમૂલક ધર્મપ્રતિપત્તિ :
ત્યારપછી સુદર્શન પ્રતિબોધ પામ્યો અને તેણે થાવગ્ગાપુત્રને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હું આપની પાસે ધર્મશ્રવણ કરીને જાણવા ઇચ્છું છું.
ત્યારપછી થાવગ્ગાપુત્ર અણગારે સુદર્શનને અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. યથા – સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, સમસ્ત મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સમસ્ત બહિદ્વાદાનથી વિરમણ – યાવત્ – ત્યારે તે સુદર્શન શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈ ગયો – યાવત્ – નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર ઉપકરણ, કંબલ, પાદપુચ્છણ, ઔષધિ, ભૈષજ આદિ દેવા યોગ્ય વસ્તુઓને અને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્મારક આદિથી પ્રીતિલાલતો વિચારવા લાગ્યો. ૦ શુક પરિવ્રાજક અને સુદર્શનનો સંવાદ :
ત્યારપછી તે શુક પરિવ્રાજકને આ કથાનો અર્થ–સમાચાર જાણીને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ સમુત્પન્ન થયો – આ પ્રમાણે સુદર્શન શૌચ ધર્મનો પરિત્યાગ કરીને વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે, તેથી હવે મારા માટે એ શ્રેયસ્કર થશે. કે સુદર્શનની દૃષ્ટિ-શ્રદ્ધાનું વમન કરાવી પુનઃ શૌચમૂલક ધર્મનો ઉપદેશ આપું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો
– એવો વિચાર કરીને ૧૦૦૦ પરિવ્રાજકોની સાથે જ્યાં સૌગંધિકા નગરી હતી, જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં ઉપકરણ રાખ્યા, રાખીને ભગવા વસ્ત્ર ધારણ કર્યા, થોડા પરિવ્રાજકો સાથે ઘેરાયેલો તે પરિવ્રાજક મઠથી નીકળ્યો. નીકળીને સૌગંધિકાનગરીની મધ્યમાં થઈને જ્યાં સુદર્શનનું ઘર હતું અને જ્યાં સુદર્શન હતો, ત્યાં આવ્યો.
ત્યારે સુદર્શને શુકને આવતો જોયો, જોઈને તે આદર કરવા માટે ઊભો ન થયો. સામે ન ગયો, આદર ન આપ્યો, ઓળખ પણ ન બતાવી, વંદના ન કરી અને મૌન ધારણ કરીને રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org