________________
શ્રમણ કથાઓ
૧૫૭
૦ સુબુદ્ધિ દ્વારા મોકલેલ જલની રાજા દ્વારા પ્રશંસા :
ત્યારપછી સુબુદ્ધિ જ્યાં ઉદકરત્ન હતું, ત્યાં આવ્યો, આવીને હથેલીમાં લઈને તેને ચાખ્યું. ચાખીને તે ઉત્તમ પાણીને મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત, સ્પર્શથી યુક્ત, આસ્વાદન કરવા યોગ્ય, વિશેષરૂપે આસ્વાદન કરવા યોગ્ય, પુષ્ટિકારક, દીતિજનક, દર્પકારક, મદજનક અને બળવર્ધક તથા બધી જ ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલ્હાદ ઉત્પન્ન કરનાર જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયો.
પછી તે પાણીને સ્વાદિષ્ટ બનાવનારા ઘણાં દ્રવ્યોથી તેનો સંસ્કાર કર્યો, સુસ્વાદુ અને સુગંધિત બનાવ્યું, બનાવીને જિતશત્રુ રાજાના જલગૃહ કર્મચારીને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ ઉદકરત્નને લો, તે લઈને ભોજન સમયે રાજા જિતશત્રુને આપજો.
ત્યારપછી જલગૃહના કર્મચારીએ સુબુદ્ધિના તે કથનને સ્વીકાર્યું. સ્વીકારીને તે ઉદકરત્નને ગ્રહણ કર્યું, ભોજનના સમયે તે જિતશત્રુ રાજા સન્મુખ ઉપસ્થિત કર્યું.
ત્યારપછી જિતશત્રુ રાજા તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતો, વિશેષરૂપે અસ્વાદન કરતો, બીજાને આગ્રહપૂર્વક ખવડાવતો, પોતે જમતો વિચરી રહ્યો હતો. ભોજન કર્યા પછી સારી રીતે સ્વચ્છ થઈને ઉદકરત્નનું પાન કરતા તે વિસ્મિત થયો. ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિને બોલ્યો, અહો દેવાનુપ્રિયો ! આ ઉદકરત્ન સ્વચ્છ – યાવત્ – સર્વ ઇન્દ્રિયો અને ગાત્રોને આલાદ ઉત્પન્ન કરનારું છે.
ત્યારે ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિએ આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપ જેમ કહો છો, તેમજ છે, આ ઉદકરત્ન સ્વચ્છ – યાવત્ – સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને આદિ ઉત્પન્ન કરનારું છે. ૦ જિતશત્રુ દ્વારા ઉદક સંબંધી પૃચ્છા :
ત્યારપછી જિતશત્રુ રાજાએ જલગૃહના કર્મચારીને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે પૂછયું, હે દેવાનુપ્રિય ! તમે આ જળરત્ન ક્યાંથી પ્રાપ્ત કર્યું? ત્યારે તે જલગૃહના કર્મચારીએ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આ ઉદકરત્ન અમે સુબુદ્ધિ અમાત્ય પાસેથી પ્રાપ્ત કરેલ છે.
ત્યારપછી જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, અહો સુબુદ્ધિ ! કયા કારણથી હું તને અનિષ્ટ – યાવત્ – અમણામ છું. જેથી તમે મારા માટે રોજ ભોજનમાં આ ઉદકરત્ન મોકલતા નથી ? હે દેવાનુપ્રિય ! તમે આ ઉદકરત્ન ક્યાંથી પ્રાપ્ત કર્યું ?
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આ તો તે જ ખાઈનું પાણી છે. ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, “તે આ ખાઈનું જ પાણી છે” તેમ આપ કેમ કહો છો ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું
દે સ્વામી ! તે સમયે મેં જ્યારે આ પ્રમાણે કહ્યું – યાવત્ – પ્રરૂપણા કરી (પૂર્વે કહેલ બધું વર્ણન કરવું) ત્યારે આપે શ્રદ્ધા ન કરી, વિશ્વાસ ન કર્યો. ત્યારે મારા મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! જિતશત્રુ રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org