________________
૧૬૮
આગમ કથાનુયોગ-૩
પર્વતીય નદીઓમાં તેજ બહાવને કારણે ઉત્પન્ન થયેલા ફીણોથી યુક્ત એવું જોરદાર જળ વહી રહ્યું હોય, ઉદ્યાન – સર્જ, અર્જુન, નીમ અને કુટજ નામના વૃક્ષોના અંકુરા અને છત્રાકારથી યુક્ત થઈ ગયું હોય, મેઘની ગર્જનાથી હર્ષિત–સંતુષ્ટ થઈને નાચી ઉઠેલ મોર હર્ષના કારણે મુક્ત કંઠથી કેકારવ કરી રહ્યો હોય અને વર્ષાઋતુના કારણે ઉત્પન્ન મદથી તરુણ મયૂરીઓ નૃત્ય કરી રહી હોય, ઉપવન, શિલિંઘકુટજ-કંદલ અને કદંબવૃક્ષના પુષ્પોની નવીન અને સૌરભ યુક્ત ગંધની તૃપ્તિ ધારણ કરી રહેલ હોય.
– નગરની બહારનાં ઉદ્યાન કોયલોના સ્વરોથી વ્યાપ્ત હોય અને રક્ત ઇન્દ્રગોપક કીડાથી સુશોભિત થઈ રહ્યા હોય, તેમાં ચાતક કરુણ સ્વરે બોલી રહ્યા હોય, નમેલા તૃણોથી સુશોભિત હોય, તેમાં દેડકા ઉચ્ચ સ્વરે અવાજ કરી રહ્યા હોય. મદોન્મત્ત ભ્રમર અને ભ્રમરીઓનો સમૂહ એકત્રિત થઈ રહ્યો હોય તથા જેના પ્રદેશ પુષ્પરસના લોલુપ અને મધુર ગુંજારવ કરનારા મદોન્મત્ત ભ્રમરોના ગુંજારવથી વ્યાપ્ત હોય. ચંદ્ર, સૂર્ય અને ગ્રહોનો સમૂહ મેઘ વડે આચ્છાદિત હોવાના કારણે આકાશ શ્યામવર્ણનું જણાતું હોય.
- ઇન્દ્રધનુષ રૂપી ધ્વજ ફરકી રહ્યો હોય અને તેમાં રહેલ મેઘસમૂહ બગલાની પંક્તિઓને સુશોભિત કરી રહ્યો હોય તથા કારંડક, ચક્રવાક અને રાજહંસ પક્ષીઓને માનસરોવર તરફ જવાને ઉત્સુક બનાવનાર હોય. આવા વર્ષાઋતુના સમયમાં, જે માતાઓ સ્નાન કરીને, બલિકર્મ કરીને, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને, પગમાં ઉત્તમ ઝાંઝર ધારણ કરે છે, કમરમાં કંદોરો પહેરે છે, વક્ષસ્થળ પર હાર, હાથમાં કડાં, આંગળીઓમાં વીંટી પહેરે છે, બાહુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધોથી ખંભિત કરે છે, જેમનું મુખ કુંડલો વડે ચમકે છે, શરીર રત્નો વડે ભૂષિત છે. ઘોડાના મુખથી નીકળતા ફેણ કરતા પણ કોમળ હલ્કા, ઉજ્જવળ, સુવર્ણની તારની કિનારીથી બનેલ, આકાશ અને સ્ફટિક સમાન કાંતિવાળા, શ્રેષ્ઠ તેમજ જેનો ઉપરનો ભાગ સર્વ ઋતુઓના સુગંધિત પુષ્પો અને શ્રેષ્ઠ પુષ્પમાળા વડે સુશોભિત કાલાગરુ આદિની ઉત્તમ ધૂપથી ધૂપિત અને લક્ષ્મીના વેશ સમાન એવા વસ્ત્રો જેણે ધારણ કરેલા હોય.
- આવા પ્રકારના વસ્ત્રાભૂષણોથી સજ્જ-ધજ થઈને જે સેચનક નામક ગંધહસ્તી પર આરૂઢ થઈને કોરંટ પુષ્પોની માળાથી સુશોભિત છત્રને ધારણ કરે છે, ચંદ્રમાની પ્રભાવાળા વજ અને વૈડૂર્ય રત્નના નિર્મળ દંડવાળા અને શંખ, કુંદપુષ્પ, જલકણ અને અમૃતમંથન કરવાથી ઉત્પન્ન ફીણના સમૂહની સમાન ઉજ્વલ ચાર ચામર જેના પર ઢોળાઈ રહ્યા હોય અને હરિત્નના સ્કંધ પર શ્રેણિક રાજા સાથે બેઠી હોઉં, પાછળપાછળ ચતુરંગિણી સેના, વિશાળ અશ્વસેના, ગજસેના, રથસેના અને પદાતિસેના ચાલી રહી હોય.
– સર્વ ઋદ્ધિસહિત, સર્વ શ્રુતિરહિત, સમસ્ત સેના સાથે, સમસ્ત સમુદાય સાથે, સમસ્ત આદરપૂર્વક, સર્વ વૈભવપૂર્વક, સર્વ વિભૂષાપૂર્વક, સન્માનપૂર્વક, બધાં પ્રકારના પુષ્પ, ગંધ, માળા, અલંકારો સહિત, નગારા આદિ બધાં પ્રકારના વાદ્યોના શબ્દ નિનાદની સાથે, મહાન્ ઋદ્ધિ, ધૃતિ, બળ, સમૂહ, ભેરી, શંખ, પ્રણવ, પટા, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org