________________
શ્રમણ કથાઓ
૧૬૯
મુરજ, મૃદંગ, દુંદુભિ આદિ વાદ્યોની સામુહિક નિર્દોષશબ્દની સાથે નીકળું. જેના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં એકવાર જળ છંટાયુ હોય, વારંવાર જળ છંટાયુ હોય, તેને પવિત્ર કરાયેલ હોય.
– તે માર્ગને સાફ કરાયો હોય, લીંપણો થયા હોય, પંચરંગી, સરસ, સુગંધી, મુક્ત પુષ્પ પુંજો દ્વારા જેનો ઉપચાર કરાયો હોય તથા કાલાગરુ ઉત્તમ કુંદરુક્ક, તુરષ્ક, ધૂપના સળગાવવાથી સુગંધો મહેકી રહી હોય, ચારે તરફ ગંધના ફેલાવાથી મનોહર લાગી રહ્યું હોય, ઉત્તમ ગંધ ચૂર્ણથી સુગંધિત હોય અને ગંધદ્રવ્યોની ગુટિકા જેવું જણાતું હોય, એવા રાજગૃહનગરને જોતી-જોતી નાગરિકો દ્વારા અભિનંદન કરાતી, ગુચ્છ, લતા, વૃક્ષ, ગુલ્મ અને વેલોના સમૂહથી વ્યાપ્ત મનોહર વૈભારગિરિના પાદમૂળમાં ચારે તરફ સર્વત્ર ભ્રમણ કરતી–કરતી જે પોતાના દોહદ પૂર્ણ કરે છે, તે માતા ધન્ય છે.
તો હું પણ આ પ્રકારે મેઘોના ઉધ્ય આદિ થવાથી યાવત્ મારા દોહદ પૂર્ણ કરું. ૦ ધારિણીની સ્થિતિ :
ત્યારપછી તે ધારિણીદેવી તેના દોહદની ઉપેક્ષા થવાથી, દોહદ સંપન્ન ન થવાથી, દોહદ સંપૂર્ણ ન થવાથી, દોહદ સન્માનિત ન થવાથી તેનું શરીર સુકાવા લાગ્યું, ભોજનની રુચિ જતી રહી, માંસરહિત દેખાવા લાગી, શરીરના હાડકાં દેખાવા લાગ્યા, જીર્ણ અને જીર્ણ શરીરવાળી થઈ ગઈ, સ્નાન કરવાનું છોડી દીધું. તેથી મલિન શરીરવાળી થઈ ગઈ, ભોજનનો ત્યાગ કરવાથી દુર્બળ અને થાકેલી લાગવા માંડી, તેનું મુખ અને નયનો નીચે ઝૂકી ગયા. મોઢું પીળું પડી ગયું, હથેળી વડે મસળેલા ચંપક પુષ્પોની માળા સમાન નિસ્તેજ થઈગઈ. મોઢું દીન અને વિવર્ણ થઈ ગયું. યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર, હાર આદિ આભુષણોના વિષયમાં અભિલાષા ન રહી. ક્રીડા–રમણ આદિ છોડી દઈ દીનદુઃખિત, આનંદહીન થઈને ભૂમિ તરફ મુખ ઝુકાવી માનસિક સંકલ્પ અને ઉત્સાહિત થઈને હથેલી પર મોઢું રાખી આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ૦ પરિચારિકા દ્વારા શ્રેણિકને નિવેદન :
ત્યારપછી તે ધારિણી દેવીની અંગ પરિચારિકાઓ અને અત્યંતર દાસ–ચેટિકાઓ ધારિણી દેવીને જીર્ણ થયેલ અને આર્ત ધ્યાનમાં ડૂબેલી જુએ છે. જોઈને બોલી, હે દેવાનુપ્રિયો ! તમે જીર્ણ અને જીર્ણ શરીરવાળા – યાવત્ – આર્તધ્યાન કેમ કરો છો ?
ત્યારપછી ધારિણીદેવીએ તે અંગ પરિચારિકાઓ અને અત્યંતર દાસચેટિકાઓના આ કથનને સાંભળીને તે દાસચેટિકાઓનો આદર ન કર્યો, તેમના તરફ ધ્યાન ન આપ્યું, આદર ન કરતી અને ધ્યાન દેતી એવી તેણી મૌન જ રહી.
ત્યારપછી તે અંગપરિચારિકાઓ અને અત્યંતર દાસચેટિકાઓ બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય ! તમે જીર્ણ જેવા અને જીર્ણ શરીરવાળા કેમ થતા જાઓ છો ? – યાવત્ – આર્તધ્યાન કેમ કહી રહ્યા છો ? તે અંગપરિચારિકા અને અત્યંતર દાસચેટિકાઓ દ્વારા બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે પૂછવા છતાં તે ધારિણી દેવી તેમના કથનનો આદર નથી કરતી, ધ્યાન નથી આપતી. પણ મૌન જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org