________________
શ્રમણ કથાઓ
સત્કાર અને સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને વિદાય કર્યા. ત્યારપછી તે શ્રેણિક રાજા સિંહાસનેથી ઉઠ્યો, ઉઠીને જ્યાં ધારિણીદેવી હતી, ત્યાં આવ્યા, આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! યાવતુ તમે આરોગ્ય, તુષ્ટિ, દીધાર્યું, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન જોયેલ છે. આ પ્રમાણે કહીને વારંવાર તેની અનુમોદના કરે છે. ૦ ધારિણીનો દોહદ :
૧૬૭
ત્યારપછી શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને અને અવધારીને ધારિણીદેવી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી થઈ અને આ સ્વપ્નને સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યા, કરીને જ્યાં પોતાનું વાસગૃહ હતું, ત્યાં આવી, આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને વિપુલ ભોગોને ભોગવતી વિચરવા લાગી.
-
ત્યારપછી બે માસ વ્યતીત થયા બાદ અને જ્યારે ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે ધારિણીદેવીના તે ગર્ભના દોહદકાળ અવસરે આ પ્રમાણેનો અકાળમેઘનો દોહદ ઉત્પન્ન થયો અર્થાત્ ગર્ભના પ્રભાવે ઇચ્છા ઉત્પન્ન થઈ—
તે માતાઓ ધન્ય છે, તે માતાઓ પુન્યવતી છે, તે માતાઓ કૃતાર્થ છે. તે માતાઓએ પુણ્યાર્જન કરેલ છે, તે માતાઓ કૃતલક્ષણા છે. તે માતાઓનો વૈભવ સફળ છે, તે માતાઓએ મનુષ્ય સંબંધિ જન્મ અને જીવનનું ફળ પ્રાપ્ત કરેલ છે, જ્યારે અગ્નિમાં તપાવેલ, શુદ્ધ કરેલ ચાંદીના પતરાની સમાન, અંકરત્ન સમાન, શંખ, ચંદ્ર, કુંદ, પુષ્પ, ચોખાના લોટ સમાન, શ્વેત વર્ણવાળા, ચિંકુર, હરતાલના ટુકડા, ચંપાના ફૂલ, સનના ફૂલ, કોરંટ પુષ્પ, સરસવના ફૂલ, પદ્મપરાગના સમાન પીત વર્ણવાળા, લાખનો રસ, સરસ રક્ત, કિંશુકના ફૂલ, જાસુના ફૂલ, લાલ રંગના બંધુજીવકના પુષ્પ, ઉત્તમ જાતિનો હિંગલોક, સરસ, કંકુ, બકરા અને ખરગોશનું રક્ત, ઇન્દ્રગોપના સમાન લાલવર્ણવાળા, મયૂર, નીલમણિ, ગુલિકા, પોપટની પાંખ, ચારુપક્ષીની પાંખ, ભ્રમર સમાન પંખ, સાસક નામનું વૃક્ષ, નીલકમલનો સમૂહ, રિષ્ટ રત્ન, ભ્રમરસમૂહ, ભેંસોના શીંગડાનો અંતરંગ ભાગ અને કાજળ સમાન કૃષ્ણ વર્ણવાળો મેઘ હોય.
Jain Education International
આવો મેઘ આકાશમાં ચારે તરફ ફેલાઈ રહ્યો હોય, ઉઠી રહ્યો હોય, આગળ વધી રહ્યો હોય, વરસવાને માટે ઉદ્યત થઈ રહ્યો હોય, ગરજી રહ્યો હોય, વીજળીનો ઝબકાર થઈ રહ્યો હોય, છાંટા પડી રહ્યા હોય, ગડગડાહટ સાથે વીજળી ચમકતી હોય, વાયુને કારણે ચપળ વાદળ આકાશમાં અહીંતહીં પરિભ્રમણ કરી રહ્યા હોય, પ્રચંડ વાયુવેગથી આહત અને સ્ખલિત થઈને નિર્મળ શ્રેષ્ઠ જળધારાઓ વડે જમીનને ભીંજવી દેનારી વર્ષા નિરંતર વરસી રહી હોય, જળધારાથી ભૂતળ શીતલ થઈ ગયું હોય, પૃથ્વીએ લીલા ઘાસનું કંચુક ધારણ કરેલ હોય, વૃક્ષાવલિ નવીન પલ્લવોથી સુશોભિત થઈ ગઈ હોય, વેલોના સમૂહ વિસ્તીર્ણ થઈ ચૂક્યા હોય, ઉન્નત ભૂપ્રદેશ પાણીથી ધોવાઈને સ્વચ્છ થઈ ગયો હોય.
વૈભારગિરિ તટ અને કટકોથી પ્રપાત અને નિર્ઝર નીકળી વહી રહ્યા હોય,
For Private & Personal Use Only
www.jainelibrary.org