________________
શ્રમણ કથાઓ
હે દેવાનુપ્રિયે ! તું જીર્ણવત્ – યાવત્ – આર્તધ્યાનગ્રસ્ત થઈને ચિંતિત ન થા. હું એવું કંઈક કરીશ કે જેનાથી તારા આ પ્રકારના આ દોહદ–મનોરથની પૂર્તિ થઈ જશે. આ પ્રમાણે કહીને ધારિણીદેવીને ઇષ્ટ...વાણી વડે આશ્વાસન આપે છે, આપીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠા અને ધારિણીદેવીના આ અકાળ દોહદની પૂર્તિને માટે ઘણાં જ આય—–ઉપાયથી અને ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી એ પ્રમાણે ચારે પ્રકારની બુદ્ધિ વડે વારંવાર ચિંતત કરતા—કરતા પણ દોહદના આય હેતુને, ઉપાયને, સ્થિતિને, ઉત્પત્તિને ન સમજી શકવાથી માનસિક સંકલ્પ અને ઉત્સાહ વિહિન થઈને ચિંતાગ્રસ્ત થઈ ગયા.
૦ અભયકુમાર સાથે ધારિણીના દોહદ સંબંધિ વાત :–
ત્યારપછી અભયકુમારે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને, સર્વ અલંકારો વડે વિભૂષિત થઈને પાદવંદના કરવાને માટે પ્રસ્થાન કર્યું. ત્યારપછી અભયકુમાર જ્યાં શ્રેણિક રાજા હતા, ત્યાં આવ્યો, આવીને શ્રેણિક રાજાને સંકલ્પમાં ડૂબેલા – યાવત્ – ઘ્યાનમગ્ર જોઈને, તેના મનમાં આ પ્રકારનો આવો મનોગત ચિંતન–સંકલ્પ ઉત્પન્ન થયો અન્ય કોઈપણ સમયે શ્રેણિક રાજા મને આવતો જુએ છે ત્યારે જોઈને આદર કરતા હતા, બોલતા હતા, આવેલા જાણીને સત્કાર કરતા, સન્માન કરતા હતા. ઇષ્ટ વચનો વડે આલાપ—સંલાપ કરતા હતા. અર્ધા આસને બેસવા માટે આમંત્રણ આપતા અને મારું મસ્તક સુંઘતા હતા.
-
પરંતુ આજ શ્રેણિક રાજાએ મને આદર નથી આપતા, વાત નથી કરતા, સત્કાર–સન્માન નથી કરતા યાવત્ ઇષ્ટ વચનો વડે આલાપ સંલાપ નથી કરતા, અડધા આસન પર બેસવાને માટે મને આમંત્રિત નથી કરતા, મારું મસ્તક સુંઘતા નથી, પણ સંકલ્પ વિકલ્પોમાં ડૂબેલા – યાવત્ — ચિંતાગ્રસ્ત છે. તેનું કંઈક પણ કારણ હોવું જોઈએ. તો મારા માટે એ શ્રેયસ્કર થશે કે હું શ્રેણિક રાજાને આનું કારણ પૂછ્યું - આ પ્રમાણે નિશ્ચય કરે છે, કરીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવીને, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી મસ્તકે અંજલિ કરી જય—વિજય શબ્દો વડે વધાવે છે, વધાવીને બોલ્યા આ પ્રમાણે
-
Jain Education International
હે તાત ! આપ બીજા કોઈ સમયે મને આવતો જોઈને આદર કરતા હતા. મને આવેલો જાણીને સત્કાર કરતા, સન્માન કરતા, આલાપ-સંલાપ કરતા, અડધા આસન પર બેસવા માટે આમંત્રિત કરીને, મસ્તકને સૂંઘતા હતા. આસનથી નિયંત્રિત કરતા હતા, પરંતુ હે તાત ! આજ આપ મને આદર આપી રહ્યા નથી – યાવત્ – મસ્તક સુંઘતા નથી અને આસને બેસવા માટે નિમંત્રણ આપતા નથી. તેમજ કોઈ માનસિક સંકલ્પમાં ડૂબેલા યાવત્ – ચિંતા કરી રહ્યા છો.
-
તો હે તાત ! આ બાબતનું કોઈ કારણ હોવું જોઈએ. તેથી હે તાત ! આપ આ કારણને છૂપાવ્યા વિના, શંકા રાખ્યા વિના, અપલાપ કર્યા વિના, મુંઝાયા વિના જેમ છે તેમ સત્ય, અસંદિગ્ધ રૂપે આ વાતને બતાવો. ત્યારપછી હું તે કારણના નિરાકરણને માટે પ્રયત્ન કરીશ.
૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org