________________
૧૬૬
આગમ કથાનુયોગ-૩
અર્ચના, વંદના, પૂજા, માન, સત્કાર, સન્માન કર્યા. ત્યારપછી તે સ્વપ્ન (લક્ષણ) પાઠકો પહેલાથી રખાયેલ અલગ–અલગ ભદ્રાસનો પર બેઠા.
ત્યારબાદ તે શ્રેણિક રાજા યવનિકાની અંદર ધારિણીદેવીને બેસાડે છે, બેસાડીને હાથોમાં પુષ્પ અને ફળો લઈને અત્યંત વિનય સાથે તે સ્વપ્ન (લક્ષણ) પાઠકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આજે તેવા પ્રકારની (પૂર્વવર્ણિત) શય્યા પર સુતેલીઘારિણીદેવી – યાવત્ – મહાસ્વપ્નોને જોઈને જાગી. તો હે દેવાનુપ્રિયો ! આ ઉદાર – થાવત્ – સશ્રીક મહાસ્વપ્નનું કલ્યાણકારી ફળ વિશેષ શું થશે ?
ત્યારપછી તે સ્વપ્ન (લક્ષણ) પાઠકો શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને તે સ્વપ્નોને સમ્યક્ પ્રકારે અવગ્રહણ કરે છે, અવગ્રહણ કરીને ઇહામાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને પરસ્પર એકબીજા સાથે વિચાર વિમર્શ કરે છે, વિચાર વિમર્શ કરીને તે સ્વપ્નોનો સ્વયં અર્થ સમજ્યા, પરસ્પર તે અર્થને પૂછયો, બીજાના અભિપ્રાયને ગ્રહણ કર્યા, તથ્ય અર્થનો નિશ્ચય કર્યો અને ત્યારપછી શ્રેણિક રાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રોનું વારંવાર ઉચ્ચારણ કરતા આ પ્રમાણે બોલ્યા
હે સ્વામી ! ધારિણી દેવીએ આ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયેલ છે. હે સ્વામી ! ધારિણીદેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે – યાવત્ – હે સ્વામી ! ધારિણીદેવીએ આરોગ્ય, તુષ્ટિ દીઘાયું, કલ્યાણ અને મંગલને કરનાર સ્વપ્ન જોયું છે. હે સ્વામી! તેનાથી આપને અર્થનો લાભ થશે. હે સ્વામી ! પુત્રનો લાભ થશે. હે સ્વામી! રાજ્યનો લાભ થશે, હે સ્વામી ! ભોગનો લાભ થશે, હે સ્વામી ! સુખનો લાભ થશે.
– હે સ્વામી ! આ પ્રમાણે ધારિણીદેવી નવ માસ પૂર્ણ થયા પછી – યાવત્ – પુત્રને જન્મ આપશે. તે પુત્ર પણ બાલ્યવયને પ્રાપ્ત કરીને, વિનયયુક્ત થઈને યુવાવસ્થાને પૂર્ણ કરીને શૂર, વીર, પરાક્રમી થશે. વિસ્તીર્ણ અને વિપુલ બળ–વાહનવાળો થશે, રાજ્યાધિપતિ રાજા થશે અથવા પોતાના આત્માને ભાવિત કરનારો અણગાર થશે.
તેથી હે સ્વામી ! ધારિણીદેવીએ ઉદાર સ્વપ્ન જોયા છે – યાવત્ – હે સ્વામી ! ધારિણીદેવીએ આરોગ્યકારક, તુષ્ટિકારક, દીર્ધાયુષ્યકારક, કલ્યાણકારી અને મંગલકારક સ્વપ્ન જોયેલ છે, આ પ્રમાણે કહીને, તે સ્વપ્ન (લક્ષણ) પાઠક વારંવાર તે સ્વપ્નોની પ્રશંસા-અનુમોદના કરવા લાગ્યા. ૦ સ્વપ્ન (લક્ષણ) પાઠકોનું વિસર્જન :
ત્યારપછી તે શ્રેણિકરાજા તે સ્વપ્ન (લક્ષણ) પાઠકોના આ કથનને સાંભળીને અને હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થયા. બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જે તમે કહો છો, તે પ્રમાણે જ છે, આ પ્રમાણે કહીને તે સ્વપ્નના ફળને સમ્યક્ પ્રકારે સ્વીકારે છે, સ્વીકારીને તે સ્વપ્ન (લક્ષણ) પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને વસ્ત્ર, ગંધ, માળા, અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org