________________
૧૬૪
આગમ કથાનુયોગ-૩
સુખનો લાભ થશે.
નિશ્ચયથી હે દેવાનુપ્રિયા ! તું નવ માસ પૂર્ણ થઈ અને સાડાસાત રાત્રિ-દિવસ વ્યતિક્રાન્ત થશે ત્યારે આપણા કુળમાં ધ્વજા સમાન – યાવત્ – રૂપવાન્ પુત્રને જન્મ આપીશ. તે બાળક બાલ્યાવસ્થા પાર કરીને જ્ઞાન-વિજ્ઞાન અને વિનયમાં પરિપકવ થઈને યુવાવસ્થા પ્રાપ્ત કરી શૂરવીર અને પરાક્રમી થશે. તે વિસ્તીર્ણ અને વિપુલ સેના અને વાહનોવાળો થશે. રાજ્યના અધિપતિ થશે.
હે દેવાનુપ્રિયો ! તે ઉદાર સ્વપ્નને જોયું છે – યાવત્ – હે દેવી ! તે આરોગ્યકારી, તુષ્ટિકારી, દીર્ધાયુષ્યકારી, કલ્યાણકારી સ્વપ્નો જોયા છે, એ પ્રમાણે કહીને વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યા. ૦ ધારિણીની સ્વપ્ન જાગરણા :–
ત્યારપછી હર્ષાતિરેકથી જેનું હૃદય ઉલ્લસિત થયેલ છે એવી તે ધારિણીદેવી શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ અને ચિત્તમાં આનંદિત થઈ અને બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, અંજલિપૂર્વક આ પ્રમાણે બોલી–
હે દેવાનુપ્રિય ! આપ જેમ કહો છો તેમજ છે...આપ જે અર્થ કહો છો તે સત્ય છે, આ પ્રમાણે કહીને સ્વપ્નને ભવિભાંતિ સ્વીકાર કરે છે, સ્વીકારીને શ્રેણિક રાજાની અનુમતિ મળતા વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી ચિત્રિત ભદ્રાસન પરથી ઉઠી, ઉઠીને જ્યાં પોતાની શય્યા છે ત્યાં આવી, આવીને શય્યા પર બેસી. બેસીને આ પ્રમાણે વિચારવા લાગી–
મારા આ ઉત્તમ, પ્રધાન અને મંગલરૂપ સ્વપ્ન અન્ય અશુભ સ્વપ્નો દ્વારા પ્રતિઘાત ન પામે, નષ્ટ ન થાય. એમ વિચારી દેવ અને ગુરુજનો સંબંધિ પ્રશસ્ત ધાર્મિક કથાઓ દ્વારા પોતાના સ્વપ્નોની રક્ષા કરવાને માટે જાગરણ કરતી વિચરવા લાગી. ૦ સ્વપ્ન પાઠકને નિમંત્રણ :
ત્યારપછી તે શ્રેણિક રાજા પ્રભાતકાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને આ પ્રમાણે કહે છે
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી બહારની ઉપસ્થાનશાળાને વિશેષ રૂપથી પરમ રમણીય - યાવત્ – સુગંધની ગુટિકા સમાન કરો અને કરાવો. આ પ્રમાણે કરીને મારી આજ્ઞાનુસાર કાર્ય થયાની મને સૂચના આપો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા, આનંદિત ચિત્તવાળા થયા – યાવતું – તે આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું કહ્યું.
ત્યારપછી તે શ્રેણિક રાજા – યાવત્ – જ્યાં વ્યાયામ શાળા હતી, ત્યાં આવ્યો, ત્યાં આવીને વ્યાયામ શાળામાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના વ્યાયામ, યોગ્ય વલ્સન, વ્યામર્દન, મલ્લયુદ્ધ તથા કરણ આદિ દ્વારા શ્રમ, વિશેષ શ્રમ કર્યા પછી શતપાક, સહસ્ત્ર પાક આદિ શ્રેષ્ઠ સુગંધિત તેલ આદિ દ્વારા – યાવત્ - અવ્યંગનો વડે અચંગન કરાવ્યું. પછી – યાવત્ – પરિશ્રમ દૂર થયા પછી રાજા વ્યાયામશાળાથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં મજ્જનગૃહ હતું ત્યાં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org