________________
૧૬૨
આગમ કથાનુયોગ-૩
રહ્યા હતા. તે જોઈને તે દેવે ભોજન-પાન ગ્રહણ કરવા વિશેષે–વિશેષે પ્રાર્થના કરી. ધર્મરુચિએ ભગવંતની આજ્ઞાનુસાર ગૌચરી ગવેષણા કરતા વિચાર્યું કે–
દ્રવ્યથી આ આહાર ગ્રાહ્ય છે, ક્ષેત્રથી અરણ્ય છે, કાળથી ઉનાળાનો કાળ છે, ભાવથી વહોરાવનાર હર્ષિત અને પ્રકૃષ્ટ ભાવયુક્ત છે. ત્યાં તેનો ઉપયોગ ગયો. તેમણે તે દેવના કોંકણ રૂપને ધ્યાનથી જોયું. આની આંખ મટકુ મારતી નથી, પગ જમીનને સ્પર્શતા નથી. વળી આવા અરણ્યમાં આવું ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રાપ્ત થઈ શકે નહીં. તેથી ધર્મચિએ તે આહાર ગ્રહણ કર્યો નહીં.
– – આગમ સંદર્ભ :ઓહ.નિ. ૭૧૫ થી ૭૨૩ + 9
@ મેઘકુમાર કથા :
તે કાળે, તે સમયે આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ડ ભરતમાં રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામે ચૈત્ય હતું.
તે રાજગૃહમાં મહાહિમવંત, મહાન્ મલયપર્વત, પૃથ્વી પર ઇન્દ્ર સમાન મંદર પર્વત સદશ શ્રેણિક નામે રાજા હતો.
તે શ્રેણિક રાજાની નંદા નામની એક રાણી હતી. (બીજી પણ ઘણી રાણી હતી.) જે સુકુમાર હાથ–પગવાળી હતી.
તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભયકુમાર હતો. તે ક્ષતિરહિત, પરિપૂર્ણ ઇન્દ્રિયો અને શરીરવાળો હતો – યાવત્ – શ્રેણિક રાજાના રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોષ્ઠાગાર, બળ, વાહન, સેના, પુર અને અંતઃપુરની દેખભાળ કરતો વિચરતો હતો. ૦ ઘારિણી રાણી અને તેને સ્વપ્નદર્શન :
તે શ્રેણિક રાજાને ધારિણી નામની (પણ) એક રાણી હતી – યાવત્ – સુકુમાલ હાથ–પગવાળી હતી – યાવત્ – સુખોપભોગ કરતી રહેતી હતી.
ત્યારે તે ધારિણીદેવીને કોઈ એક દિવસે – જેના બાહ્ય દ્વાર પર તથા મનોજ્ઞ, સ્નિગ્ધ, સુંદર આકારવાળા ઊંચા સ્તંભ પર અતીવ સુંદર – ઉત્તમ પુતળીઓ બનેલી હતી. ઉજ્વલ મણિઓ, કનક અને કર્કેતન આદિ રત્નો વડે જેના શિખર બનેલા હતા. જે છત્ર, ગવાક્ષ, અર્ધ ચંદ્રાકાર સોપાન, નિર્ધક અને તેની વચ્ચેનો ભાગ કનકાવલી, ચંદ્રમાલિકા આદિ ઘરના વિભાગોની સુંદર રચનાથી યુક્ત હતો. જેમાં સ્વચ્છ ગેરૂ વડે ઉત્તમ રંગ કરાયેલો હતો, જેનો બાહ્ય ભાગ ચૂના વડે ધોળેલ હતો. તથા કોમળ પાષાણ વડે ઘસીને અતિ સ્નિગ્ધ બનાવાયો હતો અને અંદરનો ભાગ પ્રશસ્ત અને સુવિલસિત ચિત્રોથી યુક્ત હતો.
તેનો ભૂમિભાગ વિવિધ પ્રકારના પંચરંગી મણિઓ અને રત્નોથી જડેલો હતો. તથા ઉપરી છત પઘલતા, પુષ્પવેલો, ઉત્તમ પુષ્પજાતિ–માલતિ આદિથી ચિત્રિત હતો. જેના દરવાજા ચંદન ચર્ચિત માંગલિક ઘરોની સ્થાપના વડે શોભાયમાન હતા, સરસ કમળોથી સુશોભિત હતા. જેના દ્વાર પ્રવરક, સુવર્ણમય આભૂષણો, મણિઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org