________________
૧૫૮ :
આગમ કથાનુયોગ-૩
સતું, તત્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભૂત જિન ભગવંત દ્વારા ભાષિત ભાવો પર શ્રદ્ધા નથી કરતો, પ્રતીતિ નથી કરતો, રુચિ નથી કરતો, તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સતુ, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સદભૂત, જિનભાષિત ભાવોને સમજાવીને પુદ્ગલોના પરિણમન રૂપ અર્થને અંગીકાર કરાવું.
મેં આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને પૂર્વે કહ્યા મુજબ – યાવતું – જલગૃહના કર્મચારીને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! ભોજનના સમયે તમે આ ઉદકરત્ન જિતશત્રુ રાજાની સમક્ષ ઉપસ્થિત કરજો. તેથી હે સ્વામી! આ તે જ ખાઈનું પાણી છે. ૦ જિતશત્રુ રાજા દ્વારા જળ શોધન :
ત્યારપછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ દ્વારા કહેવાયેલ – યાવત્ – પ્રરૂપણા કરાયેલ કથન પર શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. શ્રદ્ધા ન કરતા, પ્રતીતિ ન કરતા, રુચિ ન કરતા એવા તેણે પોતાના અભ્યતર પર્ષદાના પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહાં
હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને કુંભારની દુકાનેથી નવા ઘડા લાવો – યાવત્ – પાણીને સંસ્કારિત કરો, સુંદર, શુદ્ધ બનાવો અને તેવા દ્રવ્યોથી સંવારો. તેઓએ રાજાના કથનાનુસાર પૂર્વોક્ત વિધિથી પાણીને સંસ્કારિત કર્યું. શુદ્ધ કર્યું, સુંદર–સ્વાદ બનાવી જિતશત્રુની પાસે લાવ્યા.
ત્યારપછી જિતશત્રુ રાજાએ તે ઉદારત્નને હથેલીમાં લીધું. હથેલીમાં લઈને આસ્વાદન કરવા યોગ્ય – યાવત્ – સર્વ ઇન્દ્રિયો અને શરીરને આહ્માદોત્પાદક જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, સુબુદ્ધિ ! તમે આ સત્, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સબૂત ભાવ કયાંથી અને કોની પાસેથી જાણ્યા ?
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! મેં સતું, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભતભાવ જિનવચનથી જાણ્યા છે.
ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું તમારી પાસેથી જિનવચન સાંભળવા ઇચ્છું છે. ૦ જિતશત્રુનું શ્રમણોપાસકત્વ :
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કેવલી ભાષિત ચાતુર્યામરૂપ અદ્ભત ધર્મ કહ્યો – જે કારણથી જીવ કર્મબંધનથી બંધાય છે અને મુક્ત થાય છે, તે બધું જ તત્ત્વ સમજાવ્યું – ચાવતું – પાંચ અણુવ્રતનું સ્વરૂપ સમજાવ્યું.
ત્યારપછી સુબુદ્ધિ પાસેથી ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું નિર્ગસ્થ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું – યાવત્ – તમે જેમ કહો છો તેમજ છે. તેથી હવે હું તમારી પાસેથી પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને ગ્રહણ કરીને વિચરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org