________________
૧૫૬
આગમ કથાનુયોગ-૩
અમનોજ્ઞ ગંધવાળું છે.
ત્યારપછી તે સુબુદ્ધિ અમાત્ય બીજી વખત, ત્રીજી વખત પણ જિતશત્રુ રાજાના ઉક્ત કથનને સાંભળીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! મને તો આ ખાઈના પાણીના વિષયમાં કંઈપણ વિસ્મય થતું નથી. કેમકે હે સ્વામી !–
શુભ શબ્દવાળા પુદ્ગલ પણ અશુભ શબ્દવાળા પુદ્ગલ રૂપે પરિણત થઈ જાય છે – યાવત્ – અશુભ સ્પર્શવાળા પુદ્ગલ શુભ સ્પર્શવાળા પુદ્ગલરૂપે પરિણત થઈ જાય છે. હે સ્વામી ! પુદ્ગલો પ્રયોગ અને વિસ્ત્રસા પરિણામવાળા કહેવાયા છે.
ત્યારપછી જિતશત્રુરાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે પોતાને, બીજાને અને ઉભયને અસત્ વસ્તુધર્મની ઉદ્દભાવના કરીને મિથ્યાભિનિવેશ દ્વારા ભ્રમમાં નાખીને અને તમને પોતાને ચતુર સમજીને વિચરો નહીં ૦ સુબુદ્ધિ દ્વારા જલ શોધન :
- ત્યારપછી સુબુદ્ધિને આવા પ્રકારનો અધ્યવસાય – કાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. અહો ! જિતશત્રુ રાજા સતુ, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ અને સરૂપ જિન પ્રરૂપિત ભાવોને જાણતા નથી. તેથી મારા માટે એ શ્રેયસ્કર થશે કે હું જિતશત્રુ રાજાને સતું, તત્વરૂપ, તથ્ય, અવિતથ, સદુપ જિન પ્રરૂપિત ભાવોને સારી રીતે સમજાઉં અને આ વાતને અંગીકાર કરાવું એવો વિચાર કર્યો. વિચાર કરીને વિશ્વાસપાત્ર પુરુષો દ્વારા અંતરાપણ કુંભારની દુકાનથી ઘણાં નવા ઘડા મંગાવ્યા, મંગાવીને જ્યારે ભાગ્યે જ કોઈ મનુષ્યની આવ-જા હોય અને પ્રાયઃ બધા પોતપોતાના ઘરમાં વિશ્રામ લઈ રહ્યા હતા. તેવા સમયે, સંધ્યાકાળે તે ખાઈના પાણી પાસે આવ્યો.
ત્યાં આવીને તેણે ખાઈનું પાણી ગ્રહણ કરાવ્યું, ગ્રહણ કરાવીને નવા ઘડાઓમાં ગળાવ્યું, ગળાવીને ઘડામાં ભરાવ્યું, ભરાવીને તેમાં સાજીખાર નંખાવ્યો, સાજીખાર નંખાવીને મુદ્રાલાંછિત કરાવ્યા. કરાવીને સાત રાત્રિ-દિવસ એ જ રીતે રાખી મૂકાવ્યા. ત્યારપછી બીજી વાર બીજા ઘડામાં તે પાણીને ફેરવાવ્યું, ફેરવાવીને ફરી તેમાં સાજી ખાર નંખાવ્યો. નંખાવીને ફરી તેને મુદ્રાલાંછિત કરાવ્યા અર્થાત્ ઘડાનું મોટું બાંધીને તેના પર મોહર લગાવી. ફરી સાત રાત્રિ-દિવસ સુધી તે ઘડાને એમ જ રાખી મૂકાવ્યા.
આ જ પ્રકારે સાત રાતદિન પછી ત્રીજી વખત નવા ઘડામાં તે પાણીને ગળાવ્યું, ગળાવીને ત્રીજી વખત સાજી ખાર નંખાવ્યો. નંખાવીને તે ઘડાને મુદ્રાલાંછિત કરાવ્યા. પછી સાત રાતદિવસ રહેવા દીધા. આ જ પ્રકારના ઉપાય વડે વચ્ચે વચ્ચે પાણીને ગળાવ્યું અને વચ્ચે વચ્ચે કોરા ઘડામાં નંખાવ્યું અને સાત-સાત રાતદિવસ સુધી પાણી રખાવ્યા કર્યું, એ રીતે તેમણે સાત વખત આ પ્રમાણે કરાવ્યું.
- ત્યારપછી તે ખાઈનું પાણી સાત સપ્તાહમાં પરિણત થઈ જઈને ઉદકરત્ન (ઉત્તમ પાણી) બની ગયું. જે સ્વચ્છ, પથ્ય, જાત્ય, હલકું થઈ ગયું, સ્ફટિકની સમાન મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત, સ્પર્શથી યુક્ત, આસ્વાદન કરવા યોગ્ય, વિશેષ આસ્વાદન કરવા યોગ્ય, પુષ્ટિકારક, દીપ્તિકારક, દર્પકારક, મદજનક, બળવર્ધક તથા સર્વ ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલાદ ઉત્પન્ન કરનારું થઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org