________________
શ્રમણ કથાઓ
૧૫૫
છે અને અશુભ શબ્દવાળા પુગલો શુભ પુદ્ગલરૂપે પરિણત થાય છે. સુંદરરૂપવાળા પુગલ બરાબરૂપે પરિણત થાય છે અને ખરાબરૂપવાળા યુગલો સુંદરરૂપમાં પરિણત થાય છે. સુરભિગંધવાળા પુગલો દુરભિગંધરૂપ પુગલોમાં પરિણત થાય છે અને દુરભિગંધવાળા પુગલો સુરભિગંધવાળા પુગલમાં પરિણમે છે. શુભ રસવાલા પુદ્ગલો અશુભ રસવાળા પુદ્ગલરૂપે પરિણમે છે અને અશુભ રસવાળા યુગલો શુભ રસવાળા પુદ્ગલરૂપે પરિણમે છે. શુભ સ્પર્શવાળા પુદ્ગલ અશુભ વર્ણવાળારૂપે અને અશુભ સ્પર્શવાળા પુદગલો શુભ સ્પર્શરૂપે પરિણે છે.
હે સ્વામી! બધાં જ પુગલોમાં પ્રયોગ (પ્રયત્નથી) અને વિઢસા (સ્વાભાવિક રૂપથી) પરિણમન થતું જ રહે છે.
ત્યારે રાજા જિતશત્રુએ આવું કહેનારા, બોલનારા, કથન કરનારા, પ્રરૂપણા કરનારા સુબુદ્ધિ અમાત્યના કથનનો આદર ન કર્યો, તેના પર ધ્યાન ન આપ્યું, સ્વીકાર ન કર્યો પણ મૌન જ રહ્યો. ૦ જિતશત્રુ દ્વારા પરિખા–ઉદક પ્રત્યે જુગુપ્સા :
ત્યારપછી અન્ય કોઈ દિવસે કોઈ સમયે તે જિતશત્રુ રાજા નાન કરીને ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને ઘણાં જ ભટ, સુભટોની સાથે ઘોડેસવારીને માટે નીકળ્યો અને તે ખાઈના પાણીની નજીક પહોંચ્યો.
ત્યારપછી જિતશત્રુ રાજાએ તે ખાઈના પાણીની અશુભ ગંધથી ગભરાઈને પોતાના ઉત્તરીય વસ્ત્રથી મોઢું ઢાંકી દીધું, ઢાંકીને એકાંતમાં ચાલ્યો ગયો, જઈને સાથે આવેલા ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિને આ પ્રમાણે કહ્યું
અહો દેવાનુપ્રિયો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણવાળું – યાવત્ – અમનોજ્ઞ સ્પર્શવાળું છે, તે એવા પ્રકારનું છે – જેવું કોઈ સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અમનોજ્ઞ છે.
ત્યારપછી તે ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ આ પ્રમાણે બોલ્યા – હે સ્વામી ! આપ જે આ પ્રમાણે કહો છો, તે પ્રમાણે જ છે, સત્ય છે કે, અહો ! આ ખાઈનું પાણી વર્ણથી અમનોજ્ઞ – યાવત્ – સ્પર્શથી અમનોજ્ઞ છે. તે એટલું અમનોજ્ઞ છે જેટલું સાપનું મૃત કલેવર હોય યાવત્ તેનાથી પણ અધિક અતીવ અમનોજ્ઞ ગંધવાળું છે.
ત્યારપછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, અહો ! સુબુદ્ધિ ! આ ખાઈનું પાણી વર્ણથી અમનોજ્ઞ છે – યાવત્ – સ્પર્શથી અમનોજ્ઞ છે. જેમકે સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અત્યંત અમનોજ્ઞ ગંધવાળું છે. ૦ સુબુદ્ધિ દ્વારા ફરી પુગલ સ્વભાવનું વર્ણન :
ત્યારે તે સુબુદ્ધિ અમાત્યએ જિતશત્રુ રાજાના આ કથનનો આદર ન કર્યો, અનુમોદન ન કર્યો. પણ મૌન રહ્યો.
ત્યારપછી જિતશત્રુ રાજાએ બીજી વખત, ત્રીજી વખત પણ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, અહો ! સુબુદ્ધિ આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણવાળું – યાવત્ - અમનોજ્ઞ સ્પર્શવાળું છે. જેવું સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org