________________
શ્રમણ કથાઓ
ત્યારપછી જિતશત્રુએ સુબુદ્ધિ પાસે પાંચ અણુવ્રત – યાવત્ - બાર પ્રકારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી જિતશત્રુ રાજા શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈ ગયો – યાવત્ - નિર્ગન્ધ શ્રમણ-શ્રમણીઓને આહાર આદિથી પ્રતિલાભિત કરતો વિચરવા લાગ્યો.
--
૦ જિતશત્રુ–સુબુદ્ધિની પ્રવ્રજ્યા :–
તે કાળે, તે સમયે સ્થવીરો પધાર્યા. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ વંદના કરવા નીકળ્યા. સુબુદ્ધિએ ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી આ પ્રમાણે કહ્યું... એટલું વિશેષ કે હું જિતશત્રુ રાજાને પૂછી લઉં, ત્યારપછી મુંડિત થઈને, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ પાસે આવ્યો, આવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! મેં સ્થવિરમુનિ પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરેલ છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું, પુનઃ પુનઃ ઇચ્છા કરું છું, અભિરુચિ કરું છું, તે કારણથી હે સ્વામી ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ, જરા, મરણથી ભયભીત થયો છું. તેથી આપની અનુજ્ઞા પ્રાપ્ત કરીને સ્થવિરમુનિ પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું.
૧૫
ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હજી થોડા વર્ષો સુધી ઉદાર મનુષ્ય સંબંધિ ભોગોપભોગોને ભોગવતા રોકાઓ, ત્યારપછી આપણે બંને સાથે જ સ્થવિરમુનિ પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરીશું. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુ રાજાની આ વાતનો સ્વીકાર કર્યો.
ત્યારબાદ જિતશત્રુ રાજા સુબુદ્ધિ અમાત્યની સાથે વિપુલ મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતા બાર વર્ષ વ્યતીત થયા.
તે કાળ, તે સમયે સ્થવિરમુનિનું આગમન થયું. જિતશત્રુ રાજા ધર્મોપદેશ શ્રવણ કરી અને અવધારણ કરીને આ પ્રમાણે બોલ્યા, (પૂર્વવત્ જાણવું), તેમાં વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! સુબુદ્ધિ અમાત્યને આમંત્રિત કરીશ અને જ્યેષ્ઠપુત્રને રાજ્ય પર સ્થાપિત કરીશ, ત્યારપછી આપની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક દીક્ષા અંગીકાર કરીશ. ત્યારે સ્થવિરમુનિએ કહ્યું–
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી જિતશત્રુ રાજા જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યા, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, મેં સ્થવિરમુનિ પાસે ધર્મ સાંભળ્યો છે – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. તમે શું કરશો ? તમારી શું ઇચ્છા છે ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જો સંસારભયથી ઉદ્વિગ્ન છો યાવત્ – પ્રવ્રજ્યા લેશો, તો હે દેવાનુપ્રિય ! તમારા સિવાય મારે બીજો કયો આધાર છે કે અવલંબન છે ? તેથી હે દેવાનુપ્રિય ! હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન છું – યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org