________________
શ્રમણ કથાઓ
૧૫૧
પરંતુ હવે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને મદ્યપાનમાં મૂર્શિત થવાથી પ્રાસુક એષણીય – પીઠ, ફલક, શય્યા, સંસ્મારકને પાછા આપીને અને મંક રાજાની અનુમતિ લઈને બહાર જનપદ વિહારથી વિચારવા સમર્થ નથી.
તેથી હે દેવાનુપ્રિયો ! શ્રમણ નિર્ચન્થોને અવસત્ર, પાર્થસ્થ, કુશીલ, પ્રમત્ત, સંસક્ત અને શેષકાળમાં પણ પીઠ, ફલક, શય્યા, સંસ્કારક રાખનારા પ્રમાદીની પાસે રહેવું કલ્પતું નથી. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ જ શ્રેયસ્કર છે કે આપણે શેલકરાજર્ષિની આજ્ઞા લઈને અને પડિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા દઈને અને પંથક અણગારને શેલક અણગારના વૈયાવૃત્યકારીરૂપે સ્થાપિત કરીને બહાર જનપદમાં ઉદ્યમપૂર્વક વિચરણ કરીએ.
આ પ્રમાણે તેઓએ વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે સવારે જ્યાં શેલક રાજર્ષિ હતા, ત્યાં આવ્યા. આવીને શેલકરાજર્ષિની આજ્ઞા લઈને પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા આપીને પંથક અણગારને વૈયાવૃત્યકારી રૂપે નિયુક્ત કર્યા, નિયુક્ત કરીને બહાર જનપદ વિહારથી વિચરવા લાગ્યા. ૦ શૈલક રાજર્ષિની પંથક દ્વારા ચાતુર્માસિક ક્ષમાપના :
ત્યારપછી તે પંથક અણગાર શેલકરાજર્ષિની શય્યા, સંસારક, ઉચ્ચાર, પ્રસ્ત્રવણ, શ્લેષ્મ, સંઘાણના પાત્ર, ઔષધ, ભેષજ, આહાર–પાણી આદિ વડે ગ્લાનિરહિત વિનયપૂર્વક વૈયાવચ્ચ કરવા લાગ્યા.
ત્યારપછી તે શૈલકરાજર્ષિ કોઈ સમયે કારતક ચોમાસીના દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો આહાર કરીને અને અત્યધિક મદ્યપાન કરીને સંધ્યાકાળના સમયે સુખપૂર્વક આરામથી સૂઈ રહ્યા હતા.
તે સમયે પંથકમુનિએ કાર્તિક ચોમાસીને દિને કાયોત્સર્ગ કરીને, દેવસિક પ્રતિક્રમણ કરીને, ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની ઇચ્છાથી શેલક રાજર્ષિને ખમાવવાને માટે પોતાના મસ્તક વડે તેમના ચરણે સ્પર્શ કર્યો. ૦ શેલક રાજર્ષિનો કોપ અને પંથક દ્વારા ક્ષમાપના :
ત્યારપછી પંથક શિષ્ય દ્વારા મસ્તક વડે ચરણોને સ્પર્શ કરાયો ત્યારે શેલકરાજર્ષિ ક્રોધાભિભૂત, રુઝ, કુપિત, ચંડ થઈને અને દાંતોને કચકચાવતા ઉડ્યા. ઉઠીને આ પ્રમાણે બોલ્યા, અરે ! આ કોણ અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર (મૃત્યુની ઇચ્છા કરનાર) છે, દૂરંત–પંત લક્ષણવાળા, નિભંગી, ચઉસિયો, શ્રી, હી, ધૃતિ, કીર્તિથી રહિત છે, જેણે સુખપૂર્વક સુતા એવા મને મારા ચરણે સ્પર્શ કર્યો છે ?
ત્યારે પંથક અણગાર શૈલકના આ કથનને સાંભળીને ભયભીત, ત્રસ્ત અને ખેદખિન્ન થઈ બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી બોલ્યા
હે ભગવન્! હું પંથક છું, કાયોત્સર્ગપૂર્વક, દૈવસિક પ્રતિક્રમણ કર્યા પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને ચાતુર્માસિક ક્ષમાપના માટે આપ દેવાનુપ્રિયને વંદના કરતી વખતે મેં મારા મસ્તક વડે આપના ચરણને સ્પર્શ કરેલ છે. તેથી હે દેવાનુપ્રિય! આપ ક્ષમા કરો, હે દેવાનુપ્રિય ! મારા અપરાધને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org