________________
૧૫૦
આગમ કથાનુયોગ-૩
૦ શેલક રાજર્ષિની ચિકિત્સા :
ત્યારે મંડુક રાજાએ શેલક અણગારનું શરીર શુષ્ક, નિસ્તેજ, ઘણાં પ્રકારની પીડા–વ્યાધિવાળું અને રોગયુક્ત જોયું, જોઈને તેણે કહ્યું-ભગવન્! હું આપની સાધુને યોગ્ય ચિકિત્સકો પાસે, સાધુને યોગ્ય ઔષધ–ભેષજ અને ભોજન પાન દ્વારા ચિકિત્સા કરાવીશ. તેથી હે ભગવન્! આપ મારી યાનશાળામાં પધારો અને પ્રાસુક, એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્કારક ગ્રહણ કરીને વિચરણ કરો.
ત્યારપછી શેલક અણગારે મંડૂક રાજાના આ આશયને “ભલે તેમ થાઓ” કહીને સ્વીકાર કર્યો. ત્યારપછી મંડૂક રાજાએ શેલકરાજર્ષિને વંદના–નમસ્કાર કર્યા, વંદનાનમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
તત્પશ્ચાત્ તે શેલકરાજર્ષિ કાલે (પછીના દિવસે) રાત્રિ વિત્યા પછી પ્રકાશમાન પ્રભાતરૂપ થયા બાદ – યાવત્ – સહસ્રરશ્મિ દિનકર જાજ્વલ્યમાન તેજની સાથે ઉદિત થયો ત્યારે ભાંડ–માત્ર ઉપકરણ લઈને પંથક આદિ ૫૦૦ અણગારોની સાથે શેલકપુરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જ્યાં મંડૂક રાજાની યાનશાળા હતી, ત્યાં આવ્યા. આવીને પ્રાસુક એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિને ગ્રહણ કરીને વિચારવા લાગ્યા.
ત્યારપછી મંડૂકરાજાએ ચિકિત્સકોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે શેલક રાજર્ષિની પ્રાસુક, એષણીય–ઔષધ, ભેષજ, આહારપાણી વડે ચિકિત્સા કરો. ને ત્યારપછી તે ચિકિત્સક મંડુકરાજાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા. થઈને યથાપ્રવૃત્ત (સાધુને યોગ્ય) ઔષધ, ભેષજ, ભોજન-પાન વડે ચિકિત્સા કરવા લાગ્યા અને મદ્યપાનક કરવાને માટે જણાવ્યું.
ત્યારપછી યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, ભક્તપાન અને મદ્યપાન વડે શેલક રાજર્ષિનો રોગાતંક શાંત થઈ ગયો. હૃષ્ટપુષ્ટ – યાવતું – બળવાનું શરીરવાળા થયા. રોગાતંક પૂર્ણતયા દૂર થઈ ગયો. ૦ શેલક રાજર્ષિનો પ્રમત્ત વિહાર :
ત્યારપછી શેલકરાજર્ષિ તે રોગાતંકના ઉપશાંત થઈ ગયા પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને મદ્યપાનથી મૂર્જિત, મત્ત, વૃદ્ધ, અત્યંત આસક્ત, અવસન્નઅવસન્ન વિહારી, પાર્થસ્થ, પાર્થસ્થવિહારી, કુશીલ-કુશીલવિહારી, પ્રમત્ત–પ્રમત્ત વિઠારી, સંસક્ત-સંસક્તવિહારી થઈ ગયા.
શેષકાળમાં (વર્ષાવાસ સિવાયના કાળે પણ) શય્યા, સંસ્કારક, પીઠ, ફલક રાખનારા પ્રમાદી થઈ ગયા. પ્રાસુક અને એષણીય પીઠફલક આદિને પાછા દઈ અને મંડુક રાજાની અનુમતિ લઈને બહાર જનપદ વિહાર કરવામાં અસમર્થ–અનિચ્છુક થયા. ૦ શેલક રાજર્ષિના શિષ્યોનો વિહાર :
ત્યારપછી પંથકને છોડીને તે ૫૦૦ અણગાર કોઈ સમયે એકઠા થયા. મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરણા કરતા કરતા તેમને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – ઉત્પન્ન થયો કે શેલકરાજર્ષિ રાજ્યનો ત્યાગ કરીને – યાવત્ – પ્રવ્રજિત થયા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org