________________
શ્રમણ કથાઓ
૧૪૯
' હે દેવાનુપ્રિયો ! જલ્દીથી શેલકરાજાને માટે મહાઈ, મહાઈ, મહાઈ વિપુલ અભિનિષ્ક્રમણની સામગ્રી તૈયાર કરી. ઉપસ્થિત કરો. જે પ્રમાણે મેઘકુમારના અધ્યયનમાં કહેલ છે, તે જ પ્રમાણે અહીં કહેવું. વિશેષતા એ કે પદ્માવતી દેવી શૈલક રાજાના અગ્રકેશને ગ્રહણ કરે છે, સ્વયમેવ પાત્ર આદિ લઈને શિબિકા પર આરૂઢ થઈ.
શેષ વર્ણન પૂર્વવત્ સમજવું. (કથા જુઓ – મેઘકુમાર)
ત્યારપછી શેલક ૫૦૦ મંત્રીઓની સાથે પોતે જ પંચમુષ્ટી લોચ કરે છે, લોચ કરીને જ્યાં શુક અણગાર છે, ત્યાં આવે છે, આવીને શુક અણગારની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કરે છે – યાવત્ – પ્રવ્રજિત થાય છે.
ત્યારપછી તે શેલક અણગાર થઈ ગયા – યાવત્ – કર્મોના વિનાશને માટે તત્પર થઈ વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી તે શેલક (રાજર્ષિ) શુક (અણગાર)ના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કરે છે, અધ્યયન કરીને ઘણાં બધાં ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ શુક (અણગાર)નું પુંડરીક પર્વત પરિનિર્વાણ :
ત્યારપછી શુક અણગારે શેલક અણગારને પંથક આદિ પ૦૦ અણગાર શિષ્યના રૂપે પ્રદાન કર્યા
ત્યારપછી શુક અણગાર કોઈ દિવસે શેલકપુર નગરથી સુભૂમિભાગ ઉદ્યાનથી નીકળ્યા, નીકળીને બહારના જનપદમાં વિચારવા લાગ્યા.
ત્યારપછી શુક અણગાર કોઈ સમયે તે ૧૦૦૦ અણગારો સાથે પૂર્વાનપૂર્વી ક્રમથી વિચરતા, ગ્રામાનુગ્રામ ગમન કરતા અને સુખપૂર્વક વિહાર કરતા જ્યાં પુંડરીક પર્વત હતો,
ત્યાં આવ્યા – યાવત્ – ત્યાં સર્વ દુઃખોનો ક્ષય કરી મુક્ત થયા. ૦ શેલકને રોગાતંક :
ત્યારપછી નિત્ય અંત્ય, પ્રાંત, તુચ્છ, રુક્ષ, અરસ, વિરસ, શીત, ઉષ્ણ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત પ્રમાણમાં ભોજન-પાન મળવાથી પ્રકૃતિથી સુકુમાલ અને સુખ ભોગને યોગ્ય શેલક રાજર્ષિના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ જે ઉત્કટ – યાવત્ - અસહ્ય હતી. તેમનું શરીર ખુજલી અને દાહ ઉત્પન્ન કરનારા પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું.
ત્યારે તે શેલક રાજર્ષિ રોગાતંકથી સુકાઈ ગયા. અર્થાત્ તેનું શરીર સૂકાઈ ગયું અને ભૂખથી પીડિત રહેવા લાગ્યા.
ત્યારપછી શૈલક રાજર્ષિ કોઈ સમયે પૂર્વાનપૂર્વી ક્રમથી વિચરતા એવા – યાવત – જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતો – યાવત્ – વિચરણ કરવા લાગ્યા. તેમની વંદનાને માટે પર્ષદા નીકળી. મંડૂક રાજા પણ નીકળ્યો અને શેલક અણગારને વંદના-નમસ્કાર કરી ઉપાસના કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org