________________
શ્રમણ કથાઓ
૧૪૩
ત્યારે શુક પરિવ્રાજકે સુદર્શનને સામે ન આવતો, આદર ન કરતો, ઓળખ ન બતાવતો, વંદના ન કરતો અને મૌન રહેલો જોઈને આ પ્રમાણે કહ્યું
હે સુદર્શન ! પહેલા મને જ્યારે આવતો જોતો હતો, તો ઊભો થઈને સત્કાર કરતો હતો, સામે આવતો હતો, વંદના કરતા હતો, પણ આ વખતે તું મને આવતો જોઈને ઊભો ન થયો, સામે ન આવ્યો, આદર ન કર્યો, વંદના ન કરી. હે સુદર્શન ! કોની પાસે તે વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે ?
ત્યારપછી શુક પરિવ્રાજકના આ કથનને સાંભળીને સુદર્શન આસનથી ઊભો થયો, ઊભો થઈને બંને હાથ જોડી, મસ્તક પર આવર્ત કરી અને મસ્તકે અંજલિ કરીને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું
હે દેવાનપ્રિય ! અન્ત અરિષ્ટનેમિના અંતેવાસી થાવચ્ચાપત્ર નામના અણગાર પુર્વાનુપુર્વી ચાલતા-ચાલતા, રામાનુગ્રામ વિચરતા અહીં આવ્યા અને અહીં નીલાશોક ઉદ્યાનમાં વિચારી રહ્યા છે, તેમની પાસે મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે.
ત્યારપછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહાં
હે સુદર્શન ! ચાલો અને તમારા ધર્માચાર્ય થાવસ્ત્રાપુત્રની સમીપ જઈએ. આ પ્રકારના આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને, વ્યાકરણને વિવેચન કરી દેશે તો હું તેમને વંદના કરીશ, નમસ્કાર કરીશ. જો તે મારા આ અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો, વ્યાકરણોને નહીં કહેશે, ઉત્તર નહીં આપે તો હું તેમને અર્થોહેતુઓ આદિથી નિરુત્તર કરી દઈશ. ૦ શુકનો થાવસ્ત્રાપુત્ર સાથે સંવાદ :–
ત્યારપછી તે શુક પરિવ્રાજક ૧૦૦૦ પરિવ્રાજકો અને સુદર્શન શ્રેષ્ઠની સાથે જ્યાં નીલાશોક ઉદ્યાન હતું, ત્યાં થાવસ્ત્રાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યો, આવીને થાવસ્યાપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! શું તમારા ધર્મમાં યાત્રા છે ? યાપનીય છે? અવ્યાબાધ છે? અને હે ભગવન્! પ્રાસુક વિહાર છે ?
ત્યારે શુક પરિવ્રાજકના આ પ્રમાણે કહેવા પર થાવસ્ત્રાપુત્ર અણગારે તેમને એમ કહ્યું કે, હે શુક ! અમારા ધર્મમાં યાત્રા પણ છે. યાપનીય પણ છે. અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ છે.
ત્યારપછી શકે થાવસ્ત્રાપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! આપની યાત્રા શું છે ?
હે શુક ! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ આદિ યોગોથી જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.
(શુક) – હે ભગવન્ યાપનીય શું છે ?
(થાવગ્સાપુત્ર) – હે શુક ! યાપનીય બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે – ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય યાપનીય.
(શુક) – ઇન્દ્રિય યાપનીય કોને કહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org