________________
૧૪૬
આગમ કથાનુયોગ-૩
ધાન્ય માસ બે પ્રકારે છે – યથા – શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે.
શસ્ત્ર પરિણત બે પ્રકારે કહેલ છે. યથા – પ્રાસુક અને અપ્રાસુક. હે શુક અપ્રાસક શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે.
તેમાં જે પ્રાસક છે, તે બે પ્રકારે છે. યથા – એષણીય અને અનેષણીય. તેમાં જે અનેષણીય છે તે શ્રમણ નિર્ચસ્થો માટે અભક્ષ્ય છે.
જે એષણીય છે તે બે પ્રકારે છે – યથા – યાચિત અને અયાચિત. તેમાં જે અયાચિત છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે.
- તેમાં જે યાચિત છે તે બે પ્રકારે છે. યથા – લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે, જે લબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે ભક્ષ્ય છે.
હે શુક ! એ કારણથી એમ કહેવાય છે કે માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. ૦ એક આદિ પદ વિચારણા :
(શુક) આપ એક છો ? આપ બે છો ? આપ અક્ષય છો ? આપ અવ્યય છો? આપ અવસ્થિત છો ? આપ અનેકભૂત ભાવભાવી છો ?
(થાવચ્ચપુત્ર) – હે શુક ! હું એક પણ છું, બે પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું, અનેકભૂત ભાવભાવી પણ છું.
હે ભગવન્! આપ કયા કારણથી એવું કહો છો કે, હું એક પણ છું, બે પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું અને અનેકભૂત ભાવભાવિ પણ છું?
હે શુક ! હું દ્રવ્ય અપેક્ષાએ એક પણ છું, જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ બે પણ છું, પ્રદેશોની અપેક્ષાએ હું અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું અને ઉપયોગની અપેક્ષાએ અનેકભૂત (અનેકકાલીન), ભાવ (વર્તમાનકાલીન) અને ભાવિ (ભવિષ્યકાલીન) પણ છું (અર્થાત્ ઉપયોગ બદલતો રહેવાથી અનિત્ય પણ છું) ૦ શુક પરિવ્રાજકની ૧૦૦૦ સાથે પ્રવજ્યા :
આ પ્રમાણે થાવસ્ત્રાપુત્રના ઉત્તરોથી પ્રતિબોધને પામેલ એવો શુક, થાવસ્ત્રાપુત્રને વંદના-નમસ્કાર કરે છે અને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો
હે ભગવન્! હું આપની પાસે કેવલિ પ્રરૂપિત ધર્મશ્રવણ કરવાની ઇચ્છા રાખું છું.
ત્યારપછી થાવસ્યામુત્ર શુક પરિવ્રાજકને ચાતુર્યામ ધર્મ કહ્યો. થાવગ્ગાપુત્ર પાસેથી ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને શુકપરિવ્રાજકે કહ્યું, હે ભગવન્! હું ૧૦૦૦ પરિવ્રાજકોની સાથે મુંડિત થઈને પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી તે શુક પરિવ્રાજકે ઇશાન ખૂણામાં જઈને કુંડિકા, છત્ર, છત્રાલય, અંકુશ, પવિત્રી, કેસરિકા, ભગવા વસ્ત્રો એકાંતમાં રાખ્યા, રાખીને પોતાના હાથે શિખા ઉખેડી. ઉખેડીને થાવસ્ત્રાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા. આવીને થાવગ્ગાપુત્ર અણગારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org