________________
શ્રમણ કથાઓ
૧૪૫
હે શુક ! આ અભિપ્રાયથી કહ્યું છે કે, સરિસવ ભસ્થ પણ છે અને અભક્ષ્ય પણ. ૦ કુલસ્થાની ભઠ્યાભશ્યતા :
(કુલત્થાનો એક અર્થ ધાન્ય છે, બીજો અર્થ કુળની સ્ત્રી છે.) (શુક) – હે ભગવન્ કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે ? -- હે શુક ! કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
(શુક) - હે ભગવન્! આપ એમ કેમ કહો છો કે, કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
– કુલત્થા બે પ્રકારે છે – ધાન્ય કુલત્થા, સ્ત્રી કુલત્થા.
તેમાં જે સ્ત્રી કુલત્થા છે તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે :- (૧) કુલવધુ, (૨) કુલમાતા અને (૩) કુલપુત્રી. આ ત્રણે કુલત્થા શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે.
તેમાં જે ધાન્ય કુલસ્થા છે, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે – શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે.
જે શસ્ત્ર પરિણત છે, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે :- પ્રાસુક અને અપ્રાસુક. હે શુક ! તેમાં જે અપ્રાસુક કુલત્થા છે તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે.
જે પ્રાસક છે તે બે પ્રકારે છે. એષણીય અને અષણીય. તેમાં જે અષણીય છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે.
અને જે એષણીય છે તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે – યાચિત અને અયાચિત. તેમાં જે અયાયિત છે તે શ્રમણ નિન્થોને માટે અભક્ષ્ય છે.
- તેમાં જે યાચિત છે તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે – લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે ભક્ષ્ય છે.
હે શુક ! એ કારણથી એમ કહ્યું છે કે, કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. ૦ માસની ભસ્યાભસ્ય વિચારણા :
(શુક) – હે ભગવન્! માસ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? (થાવચ્ચાપત્ર) હે શુક ! માસ ભસ્ય પણ છે અને અભક્ષ્ય પણ.
(શક) – હે ભગવન્! આપ એમ કયા કારણે કહો છે કે, માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ?
હે શુક ! માસ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે :- કાલમાસ અર્થમાસ અને ધાન્યમાસ.
તેમાં જે કાલમાસ છે તે બાર પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે :- શ્રાવણ, ભાદરવો, આસો, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને આષાઢ. આ માસ શ્રમણ નિર્ગળ્યો માટે અભક્ષ્ય છે.
જે અર્થમાસ છે તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે – હિરણ્ય માસ અને સુવર્ણ માસ. તે પણ શ્રમણ નિર્ચસ્થો માટે અભક્ષ્ય છે.
Jain 3
t ernational
For Private & Personal Use Only
www.jainelibrary.org