________________
શ્રમણ કથાઓ
૧૪૧
હે દેવાનુપ્રિય! અમારે ત્યાં જે કોઈપણ વસ્તુ અશુચિ થાય છે, તે બધી તત્કાળ માટી વડે આલિપ્ત કરાય છે, માંજી દેવાય છે, ત્યારપછી શુદ્ધ જળ વડે ધોઈ નંખાય છે. ત્યારે તે અશુચિ શુચિ થઈ જાય છે. એ જ પ્રમાણે નિશ્ચયથી જીવ જળસ્નાન વડે પોતાના આત્માને પવિત્ર કરીને વિદનરહિતપણે સ્વર્ગે જાય છે. ૦ સુદર્શન દ્વારા શૌચમૂલક ધર્મ સ્વીકાર :
ત્યારપછી શુક પરિવ્રાજકની પાસે ધર્મ સાંભળીને સુદર્શને હર્ષિત અને સંતુષ્ટ થઈને શુકની પાસે શૌચમૂલક ધર્મને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને પરિવ્રાજકને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પ્રતિલાભિત કરતો સાંખ્ય મતાનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો.
ત્યારપછી તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીથી બહાર નીકળ્યો અને નીકળીને બહાર જનપદોમાં વિચરણ કરવા લાગ્યો. ૦ સુદર્શન અને વ્યાવચ્ચપુત્રનો સંવાદ :–
તે કાળે, તે સમયે થાવસ્ત્રાપુત્ર પધાર્યા. પર્ષદા વંદનને માટે નીકળી, સુદર્શન પણ નીકળ્યો. થાવસ્ત્રાપુત્રને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો
આપના ધર્મનું મૂળ શું કહેવાયું છે ?
ત્યારે સુદર્શન દ્વારા આ પ્રમાણે પૂછાયું ત્યારે થાવસ્ત્રાપુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું –
હે સુદર્શન ! ધર્મ વિનયમૂલક કહેવાયો છે. તે વિનય પણ બે પ્રકારનો કહ્યો છે. યથા – આગાર વિનય (શ્રાવક ધર્મ) અને અણગાર વિનય (શ્રમણધર્મ)..
તેમાં જે અગાર વિનય છે તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમારૂપ છે. જે અણગાર વિનય છે તે ચારયામ રૂપ છે. યથા – સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, સમસ્ત મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સમસ્ત બહિદ્વાદાનથી વિરમણ.
આ પ્રકારે કિવિધ વિનયમૂલક ધર્મથી અનુક્રમે આઠ કર્મોની પ્રકૃતિઓનો ક્ષય કરીને જીવ લોકના અગ્રભાગે પ્રતિષ્ઠિત થાય છે.
ત્યારપછી થાવચ્ચપુત્રે સુદર્શનને આ પ્રમાણે કહ્યુંહે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું કહેવાયું છે ?
હે દેવાનુપ્રિય ! અમારો ધર્મશૌચમૂલક છે – યાવત્ – નિશ્ચયથી જીવ જલાભિષેકથી પવિત્ર થઈને વિના વિદને સ્વર્ગે જાય છે.
ત્યારે થાવચ્ચપુત્રે સુદર્શનને કહ્યું
હે સુદર્શન ! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ લોહી વડે લિપ્ત કોઈ વસ્ત્રને લોહી વડે જ ધુએ તો હે સુદર્શન ! શું તે લોહીથી લિપ્ત વસ્ત્રોની શુદ્ધિ થાય છે ?
એ વાત બરાબર નથી.
એ જ પ્રમાણે હે સુદર્શન ! તારા મતાનુસાર પ્રાણાતિપાત – યાવત્ – બહિદ્વાદાનથી શુદ્ધિ થઈ શકતી નથી. જેમ તે લોહી વડે લિપ્ત વસ્ત્રની લોહી વડે ધોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www