________________
શ્રમણ કથાઓ
૧૩૯
સ્વયં જ આભરણ, માળા અને અલંકારોને ઉતાર્યા.
ત્યારપછી થાવણ્યાગાથાપત્નીએ હંસલક્ષણા વસ્ત્રપટશાકમાં તે આભરણ, માળા અને અલંકારોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને મોતીઓના હાર, જળધારા, નિર્ગુન્ડીના ફૂલ તથા વેરાયેલા મોતીઓની માળા સમાન આંસુઓ વહાવતી, રૂદન કરતી, આક્રન્દન કરતી, વિલાપ કરતી, આ પ્રમાણે બોલી–
હે પુત્ર ! પ્રાપ્ત ચારિત્રયોગમાં યતના કરજે, અપ્રાપ્ત ચારિત્રયોગની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં તત્પર રહેજે. હે પુત્ર ! પરાક્રમ કરજે, આ અર્થ – સંયમ સાધનામાં પ્રમાદ ન કરતો. અમારા માટે પણ આ જ માર્ગ થાઓ. આ પ્રમાણે કહીને થાવસ્યાગાથાપત્નીએ અર્વન્ત અરિષ્ટનેમિને વંદના કરી, નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. ૦ થાવગ્ગાપુત્ર દ્વારા પ્રવજ્યાગ્રહણ :
ત્યારપછી થાવસ્ત્રાપુત્ર અણગાર થયા. ઇર્યાસમિતિ યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધરહિત – યાવત્ – નિરૂપલિત, જળથી ન લેપાતા, કાંસાના પાત્રની માફક - યાવત્ – કર્મોનો ઉચ્છેદ કરવા માટે તત્પર થઈ વિચરવા લાગ્યા.
ત્યારપછી થાવગ્સાપુત્ર અર્યન્ત અરિષ્ટનેમિના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વો પર્યતનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણની તપસ્યાઓ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ થાવસ્ત્રાપુત્રનું શેલકપુરે પદાર્પણ :
ત્યારપછી અન્ત અરિષ્ટનેમિએ થાવસ્ત્રાપુત્ર અણગારને તે ઇભ્ય આદિ ૧૦૦૦ અણગાર શિષ્યોના રૂપમાં પ્રદાન કર્યા.
ત્યારપછી થાવસ્ત્રાપુત્રે અન્ય કોઈ સમયે આઈન્ત અરિષ્ટનેમિને વંદના–નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને કહ્યું, હે ભગવંત! આપની અનુજ્ઞા હોય તો હું આ ૧૦૦૦ અણગારોની સાથે બહારના જનપદમાં વિચરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી થાવસ્ત્રાપુત્ર ૧૦૦૦ અણગારોની સાથે તે ઉદાર–ઉગ્ર પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ તપોકર્મની આરાધના કરતા બહારના જનપદમાં વિચારવા લાગ્યા.
તે કાળ અને તે સમયે શેલકપુર નામે નગર હતું, સુભૂમિ નામે ઉદ્યાન હતું, ત્યાં શેલક નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. મંડુકનામે કુમાર યુવરાજ હતો.
તે શેલક રાજાને પંથક આદિ ૫૦૦ મંત્રીઓ હતા. તેઓ ઓત્પાતિકી – યાવત્ – પારિણામિકી એવા પ્રકારની ચાર પ્રકારની બુદ્ધિ વડે સંપન્ન હતા. રાજ્યની ધુરાનું ચિંતન કરતા હતા.
થાવચ્ચા પુત્ર શેલકપુરમાં પધાર્યા, રાજા વંદનાર્થે નીકળ્યો. ૦ શેલક રાજા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :
ત્યારપછી થાવસ્ત્રાપુત્ર અણગાર પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરીને શેલક રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org