________________
૧૩૮
આગમ કથાનુયોગ-૩
વર્તમાનકાળ સંબંધી યોગ અને ક્ષેમનો નિર્વાહ કરશે. આ પ્રકારની ઘોષણા કરો – યાવત્ – તે કૌટુંબિક પુરુષ એવી ઘોષણા કરે છે. ૦ થાવસ્ત્રાપુત્રનું અભિનિષ્ક્રમણ :
ત્યારપછી થાવસ્ત્રાપુત્રના અનુરાગથી નિષ્ક્રમણને માટે તત્પર એવા ૧૦૦૦ પુરુષોએ સ્નાન કર્યું, સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને સહસ્ત્રપુરષવાહિની શિબિકામાં અલગ-અલગ આરૂઢ થઈને મિત્રો અને જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને થાવગ્ગાપુત્રની પાસે પ્રગટ થયા–આવ્યા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ૧૦૦૦ પુરુષોને આવેલા જોઈને, કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, જે રીતે મેઘકુમારના દીક્ષા અભિષેકનું વર્ણન છે. તે જ પ્રમાણે શ્વેતપીઠિકા પર બેસવું, સ્નાન કરવું – યાવત્ – અરિષ્ટનેમિના – યાવત્ - સમવસરણમાં જવા સુધીનું વર્ણન અહીં કરવું જોઈએ – હે દેવાનુપ્રિયો ! સેંકડો સ્તંભોથી બનેલી – યાવત્ – શિબિકા લાવો.
ત્યારપછી તે થાવસ્ત્રાપુત્ર દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો, નીકળીને જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું વલાયતન હતું. જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું, ત્યાં આવ્યો, આવીને અર્વન્ત અરિષ્ટનેમિના છત્રાતિછત્ર, પતાકાતિપતાકા, વિદ્યાધર અને ચારણમુનિઓ, જંભક દેવોને આકાશથી જમીન પર આવતા અને જતા જોયા. જોઈને શિબિકાથી નીચે ઉતર્યો. ૦ શિષ્ય ભિક્ષાદાન :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ થાવગ્ગાપુત્રને આગળ કરીને જ્યાં અહંન્ત અરિષ્ટનેમિ હતા, ત્યાં આવ્યા, આવીને અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ થાવગ્સાપુત્ર, થાવસ્યા ગાથાપત્નીનો એક માત્ર પુત્ર છે, તે તેને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, વૈર્ય અને વિશ્વાસની ભૂમિ સમાન, સંમત, બહુમત, અનુમત, આભુષણોની પેટીની સમાન છે, મનુષ્યોમાં રત્ન સમાન, રત્નરૂપ, હૃદયને આનંદિત કરનારો અને ગૂલરના ફૂલની સમાન તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો દર્શનની તો વાત જ શું કરવી ?
જેમ ઉત્પલ, પા કે કુમુદ કીચડમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, પણ કીચડથી લેપાતું નથી, જળરજ વડે લેવાતું નથી, તે જ પ્રકારે આ થાવગ્સાપુત્ર પણ કામમાં ઉત્પન્ન થયો, ભોગોમાં વૃદ્ધિ પામ્યો, તો પણ તે કામરજથી લેપાયો નથી. ભોગરજથી લેપાયો નથી. હે દેવાનુપ્રિય ! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ, જરા, મરણથી ભયભીત થયો છે, હવે તે આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસને છોડીને અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. અમે આપ દેવાનુપ્રિયને શિષ્યની ભિક્ષા આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યની ભિક્ષા સ્વીકારો.
ત્યારપછી અર્વન્ત અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવની આ વાતને સાંભળીને આ અર્થનો સમ્યક્ પ્રકારે સ્વીકાર કર્યો.
ત્યારપછી તે થાવસ્ત્રાપુત્ર અર્પત અરિષ્ટનેમિની પાસેથી ઇશાનખૂણામાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org