________________
આગમ કથાનુયોગ–૩
કોઈ વખતે રાણીએ સ્નાન કર્યા પછી દાસીને શ્વેત વસ્ત્રો લાવવા કહ્યું, તેણી લાલ વસ્ત્રો લાવી (રાણીને વસ્ત્ર લાલ દેખાયા) રોષાયમાન થઈને દાસી પર દર્પણનો પ્રહાર કર્યો. દાસી મૃત્યુ પામી ત્યારે રાણી વિચારવા લાગી કે, મને ધિક્કાર છે કે મારું પ્રથમ વ્રત ખંડિત થયું. હવે મારે જીવીને શું કરવું ? રાજાને પૂછીને તેણે ભક્ત પ્રત્યાખ્યાન અનશન ગ્રહણ કર્યું. (કોઈ કહે છે કે, તેણીએ દીક્ષા માટે અનુમતિ માંગી – દીક્ષા ગ્રહણ કરી) રાજાએ તેણીની પાસેથી વચન લીધું કે, જો તું દેવલોકમાં જાય તો મને પ્રતિબોધ કરવા આવવું. પ્રભાવતી દેવી ભક્ત પ્રત્યાખ્યાન અનશન વડે મૃત્યુ પામીને (કોઈ કહે છે કે સારી રીતે ચારિત્ર પાલન કરીને છેવટે અનશન કરીને) (સૌધર્મ) દેવલોકે દેવતા થયા. દેવદત્તા નામે કુબ્જાદાસી પેલી મૂર્તિની રોજ પૂજા કરવા લાગ્યા.
૦ પ્રભાવતી દેવ દ્વારા ઉદાયન રાજાને પ્રતિબોધ :–
૧૧૮
દેવ થયેલ પ્રભાવતી રાણી ઉદાયન રાજાને સમ્યક્ બોધ પમાડવા પ્રયત્ન કરે છે. પણ તે બોધ પામતો નથી. ત્યારે પ્રભાવતી દેવે વિચાર્યું કે, રાજા મૂળ તાપસભક્ત હતો. તેથી તે દેવ તાપસનું રૂપ લઈને આવે છે. અમૃતફળની રાજાને ભેટ ધરી. રાજાએ તે ફળને ચાખ્યા. પછી પૂછ્યું કે, આ ફળ ક્યાંના છે ? તે દેવે કહ્યું, નગરની નજીક એક આશ્રમ છે, આ ફળ ત્યાંના છે ત્યારે રાજા તે દેવ સાથે ત્યાં આશ્રમમાં ગયો. દેવે પૂર્વે જ ત્યાં દિવ્ય ફળથી ભરપુર એવો એક આશ્રમ વિકર્યો. રાજાએ વિચાર્યું કે, હું આ તાપસનો ભક્ત છું. તેથી મને ફળ ખાવા દેશે, જેવો તે ફળ ખાવા ગયો કે, અનેક તાપસો દોડીને આવ્યા અને ક્રોધથી મારવા લાગ્યો. રાજા ત્યાંથી નાસી ગયો.
ત્યારપછી ઉદાયન રાજા નાસીને વનખંડમાં આવ્યો. ત્યાં તેણે એક સાધુને જોયા, તે સાધુએ ધર્મ કહ્યો. તેનાથી રાજા બોધ પામ્યો. દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. પછી રાજાને પૂછીને સ્વસ્થાને ગયા. પછી આત્મસ્વરૂપ ચિંતવતા તે શ્રાવક થયો. (આ અભિપ્રાય આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિનો છે, ભગવતીજીની કથામાં તો તેની ઓળખ શ્રાવક રૂપે જ છે. કદાચ એમ હોઈ શકે કે, તે આ પ્રસંગ પછી શ્રાવક બન્યો હોય “સત્ય બહુશ્રુતો જાણે''−) ૦ ગાંધાર શ્રાવકનો પ્રબંધ :
આ તરફ ગાંધાર નામે શ્રાવક હતો. તે સર્વે જન્મ કલ્યાણક ભૂમિની વંદના કરતો, વૈતાઢ્ય કનક પ્રતિમાની વાત સાંભળી ઉપવાસપૂર્વક ત્યાં રહ્યો. તેણે સંકલ્પ કરેલો કે, કાં તો હું મૃત્યુને સ્વીકારીશ અથવા પ્રતિમાજીનું દર્શન કરીશ, દેવતાએ તેની ભક્તિ જોઈ પ્રસન્ન થઈને તેને સર્વકામિત (ઇચ્છાને પૂર્ણ કરનારી) ૧૦૦ ગુટિકા આપી. ત્યાંથી નીકળતા તેણે સાંભળ્યું કે, વીતીભય નગરમાં ગોશીર્ષ ચંદનમયી (જીવિત વર્ધમાન સ્વામીની) જિન પ્રતિમા છે. તેથી તે ગુટિકાના પ્રભાવથી વીતીભય નગરે જિન પ્રતિમાની વંદના કરવાને આવ્યો. ત્યાં વર્ધમાન સ્વામીની વંદના કરી, પૂજા કરી, સુખપૂર્વક રહેવા લાગ્યો.
કોઈ વખતે તે ગાંધાર શ્રાવકે પોતાનું મૃત્યુ નજીક જાણી, ત્યાં ભગવંતની સેવામાં નિત્ય રહેતી એવી દેવદત્તાને સાધર્મિક જાણી બધી કામગુણિત ગુટિકા આપી દીધી. તેણે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે દેવદત્તા દાસીએ ચિન્તવ્યું કે, મારો વર્ણ સુવર્ણ સટ્ટશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org