________________
૧૧૬
આગમ કથાનુયોગ-૩
પંચશૈલનો અધિપતિ હતો તે અવી ગયો. એટલી તે બંને (હાસા અને પ્રાસા) દેવી વિચારવા લાગી. આ કુમારનંદી સોની સ્ત્રીલોલુપ છે. આપણે તેને વ્યામોહિત કરીએ ત્યારે તે દેવીઓએ તે સોનીના ઉદ્યાનમાં જઈને પોતાના સૌદર્યને પ્રગટ કર્યું. મોહ પામેલા કુમારનંદીએ તેમને પૂછયું કે, તમે બંને કોણ છો ? દેવીએ કહ્યું, અમે દેવીઓ છીએ. તે સોની તેના રૂપમાં મૂર્ણિત થઈ ગયો. સોનીએ ભોગ માટે પ્રાર્થના કરી, ત્યારે તે દેવીઓ બોલી કે, જો તારે અમારી સાથે ભોગની ઇચ્છા હોય તો પંચશૈલ હીપે આવજે ત્યાં આપણો સંયોગ થશે. એમ કહીને તે દેવીઓ આકાશ માર્ગે ચાલી ગઈ.
તેણીમાં મૂર્શિત થયેલા કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પટપ્સ વગડાવ્યો કે જે મને પંચશૈલ હીપે લઈ જશે, તેને હું એક કોટી દ્રવ્ય આપીશ. આવો પણ સાંભળી કોઈ વૃદ્ધ ખલાસીએ તે પટને રોક્યો. કોટીદ્રવ્ય લઈ પોતાના પુત્રોને આપીને વહાણ તૈયાર કરાવ્યું, સોની વહાણમાં બેસી ચાલ્યો. વૃદ્ધ ખલાસીએ સમુદ્રમાં ઘણે દૂર ગયા પછી કહ્યું, તને કંઈ દેખાય છે ? ત્યારે સોની બોલ્યો કે, કંઈક કૃષ્ણ વર્ણવાળું દેખાય છે. વૃદ્ધ ખલાસીએ કહ્યું, આ વડ છે. તે સમુદ્રના કાંઠે અને પર્વતના મૂળમાં ઉત્પન્ન થયેલ છે. જ્યારે આ વહાણ તેની નીચેથી પસાર થાય ત્યારે તું તેની શાખાને વળગી રહેજે.
રાત્રે ત્યાં પંચશૈલદ્વીપથી ભાખંડ પક્ષી આવશે. તે ભારંવ યુગલને ત્રણ પગ હશે. તેથી જ્યારે તે સૂઈ જાય ત્યારે તેના વચ્ચેના પગમાં સારી રીતે વળગી પડજે. પછી વસ્ત્ર વડે તારુ શરીર બાંધી દેજે. પ્રાતઃકાળે તે પક્ષી ઉડીને તને પંચશૈલદીપે લઈ જશે. હવે કદાચ તું જો વડની શાખાને પકડી શકીશ નહીં, તો આ વહાણ મહા આવર્તમાં પ્રવેશી જશે અને ત્યાંજ વિનાશ પામશે. સોની ખલાસીના કહેવા પ્રમાણે વડશાખાને વળગી ગયો. ભારડ પક્ષી તેને પંચશૈલ હીપે લઈ ગયું. ત્યાં તેને તે બંને વ્યંતરી દેવીઓ જોવામાં આવી. એટલે સોની તેનામાં આસક્ત થઈ, ભોગ માટે પ્રાર્થના કરવા લાગ્યો.
ત્યારપછી દેવીઓએ કહ્યું કે, તારા આ શરીર વડે તું અમને ભોગવી શકીશ નહીં તેથી તું અગ્રિમાં પ્રવેશ કરીને બળી મર અને એવું નિયાણું કર કે, હું પંચશૈલ હીપનો અધિપતિ થઉં, પછી તું અમારી સાથે ભોગ ભોગવી શકીશ. ત્યારે કુમારનંદી ચિંતામાં પડ્યો કે અરે ! હું તો ઉભયથી ભ્રષ્ટ થયો. આમ ચિંતા કરતા એ તે સોનીને દેવીઓએ નગરમાં તેના ઉદ્યાનમાં મૂકી દીધો.
ત્યારે લોકો તેને આવીને પૂછવા લાગ્યા કે, શું અનુભવ કર્યો, કેમ પાછો આવ્યો. ત્યારે સોનીએ કહ્યું કે, પંચશૈલદીપે મેં આ પ્રમાણે જોયું –- સાંભળ્યું અને અનુભવ્યું. ત્યારપછી દેવાંગનાના અંગોમાં મોહિત થયેલ તે કુમારનંદીએ અગ્નિમાં પડી મરવા માટેની તૈયારીઓ કરી. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે તેને ઘણો અટકાવ્યો. હે મિત્ર! આમ બાળમરણે મરવું તને યોગ્ય નથી. તો પણ તે નિયાણું કરી ઇંગિનીમરણ વડે અગ્રિમાં બળી મર્યો અને પંચશૈલ હીપનો અધિપતિ થયો.
નાગિલ શ્રાવકને તે જોઈને નિર્વેદ થયો. અરેરે ! ભોગને માટે લોકો કેવો કલેશ સહન કરે છે. આ જાણવા છતાં હું શા માટે અહીં રહ્યો છું. તેને વૈરાગ્યે થયો. તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. કાળધર્મ પામીને તે અય્યત દેવલોકે દેવતા થયા. અવધિજ્ઞાન
...
...
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org