________________
શ્રમણ કથાઓ
૧૨૧
હતો, તે ત્યાં જ રહ્યો. દશપુર નગર વસી ગયું. ઉદાયન રાજા પોતાના નગરે આવ્યો. તેણે પ્રદ્યોત રાજાને જિનપ્રતિમાના નિર્વાહ માટે ૧૨,૦૦૦ ગામ આપ્યા અને પ્રભાવતી દેવની આજ્ઞાથી નવી પ્રતિમાની પૂજા કરવા લાગ્યો. ૦ ઉદાયન રાજાને પૌષધ અને ભગવદુવંદન અભિલાષા :
ત્યારપછી તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. આવીને શંખ શ્રમણોપાસકની માફક – યાવત્ – પૌષધ ધારણ કરીને બ્રહ્મચારીવત્ મણિ–સુવર્ણ આદિનો ત્યાગ કરીને, માળા, વિલેપન, વર્ણ, આદિ છોડીને, શસ્ત્ર, મૂશલ આદિને નીચે રાખીને એકાકી, વિકલ્પ વિપિન થઈ, દર્ભ–સંથારા પર બેસીને પાક્ષિક પૌષધ ગ્રહણ કરી પ્રતિ જાગૃત થઈને વિચરતો હતો.
ત્યારપછી તે ઉદાયન રાજાને મધ્યરાત્રિના સમયમાં ધર્મજાગરણા કરતા-કરતા આવા પ્રકારનો અધ્યવસાય – કાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે, “તે ગ્રામ, આકર, નગર, ખેડા, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબાહુ, સન્નિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરે છે. તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે – યાવતું – પર્યાપાસના કરે છે.
જો શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી વિચરતા ગ્રામાનુગ્રામ સ્પર્શતા અને સુખપૂર્વક વિહાર કરતા અહીં પધારે, અહીં સમોસરે, આ જ વીતીભય નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરે, તો હું શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરું, નમસ્કાર કરું – યાવત્ – તેમની પર્યાપાસના કરું. ૦ ભગવંત મહાવીરનું વીતીભય નગરે સમોસરણ :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર ઉદાયન રાજાના આ પ્રકારના ઉત્પન્ન થયેલ અધ્યવસાય – યાવત્ – સંકલ્પને જાણીને ચંપાનગરીથી, પૂર્ણભદ્ર ચૈત્યથી બહાર નીકળ્યા, નીકળીને અનુક્રમથી ગમન કરતા–કરતા, એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતા-કરતા સુખપૂર્વક વિચરતા, જ્યાં સિંધુ સૌવીર જનપદ હતું, જ્યાં વીતીભય નગર હતું અને જ્યાં મૃગવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. આવીને – યાવત્ – સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી વીતીભયમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં – યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી, ત્યારે તે ઉદાયન રાજા આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું ,
હે દેવાનુપ્રિયો ! શીઘ વીતીભય નગરને અંદર અને બહારથી સિંચિંત કરો – થાવત્ – જે પ્રમાણે ઉજવાઈ સૂત્રમાં કૂણિક રાજાનું વર્ણન છે (જુઓ “કોણિક કથા) તે પ્રમાણે પર્યાપાસના કરવા લાગ્યો. પદ્માવતી પ્રમુખ રાણીઓ પણ પર્યાપાસના કરવા લાગી. (ભગવંતે) ધર્મ કથા કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org