________________
શ્રમણ કથાઓ
૧૨૫
૦ ઉદાયન રાજર્ષિનો મોક્ષ :
એક વખતે દેવતાના પ્રમાદથી દહીંમાં મેળવેલ વિષ સંહરાયું નહીં. રાજર્ષિએ વિષ મિશ્રિત દહીંનું ભોજન કર્યું. તેમના શરીરમાં વિષ વ્યાપી ગયું. તે જાણી રાજર્ષિએ અનશન અંગીકાર કર્યું, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે પછી દેવતાએ ક્રોધ કરીને વીતીભય નગરને રજ(ધૂળ)ની વૃષ્ટિ વડે ભરી દીધું. માત્ર ઉદાયન રાજર્ષિના શય્યાતર એવા કુંભકારને નિરપરાધી જાણીને બચાવી લીધો. ૦ અભીચિકુમારનો વૈરભાવ :
અભીચિકુમાર અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે કુટુંબ જાગરિકામાં જાગરણ કરતા તેને આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે યથાર્થરૂપે હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છું, તો પણ ઉદાયન રાજાએ મને છોડીને પોતાના ભાણેજ કેશીકુમારને રાજ્ય પર સ્થાપિત કરી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી છે.
આવા પ્રકારના મહા અપ્રીતિરૂપ માનસિક દુઃખથી પીડિત થઈને અંતઃપુર અને પારિવારિકજનો સહિત પોતાના ભાંડોપકરણ આદિ લઈને વીતીભય નગરથી નીકળ્યો, નીકળીને પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, એક ગામથી બીજે ગામ જતા જ્યાં ચંપાનગરી હતી,
જ્યાં કૂણિક રાજા હતો, ત્યાં આવ્યો, આવીને કૂણિક રાજાનો આશ્રય લઈ વિચારવા લાગ્યો. ત્યાં પણ તેને વિપુલ ભોગોપભોગની સામગ્રી પ્રાપ્ત થઈ, ત્યાર પછી અભીચિકુમાર શ્રમણોપાસક પણ થયો. જીવાજીવ તત્ત્વોનો જ્ઞાતા થયો – યાવત્ વિધિપૂર્વક તપોકર્મની આરાધના દ્વારા આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. તો પણ ઉદાયને રાજર્ષિ પ્રતિ વૈરાનુબંધથી યુક્ત રહ્યો. ૦ અભીચિકુમારની અસુરદેવોમાં ઉત્પત્તિ :
તે કાળે, તે સમયે આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની પાસે ચોસઠ લાખ અસુરકુમારોના આવાસ કહેવાયા છે.
ત્યારપછી અનેક વર્ષોપર્વત શ્રમણોપાસકનો પર્યાય પાલન કરીને તે અભીચિકુમાર અર્ધમાસિક સંલેખનાથી ત્રીશ ભક્તોનું અનશનપૂર્વક છેદન કરીને તે પાપસ્થાનકની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મરણ સમયમાં કાળધર્મને પ્રાપ્ત કરીને આ જ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની નજીક રહેલ ચોસઠ લાખ આતાપરૂપ અસુરકુમાર આવાસોમાં આતાપરૂપ અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયો.
ત્યાં કેટલાંક આતાપરૂપ અસુરકુમાર દેવોની એક પલ્યોપમની સ્થિતિ કહી છે, આ અભીચિદેવ પણ ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળો થયો.
હે ભગવન્! તે અભીચિદેવ પણ આયુક્ષય થવાથી, ભવક્ષય થવાથી અને સ્થિતિ ક્ષય થવાથી અનન્તર તે દેવલોકથી નીકળીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. હે ભગવન્! તેમજ છે. તેમજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org