________________
૧૨૮
આગમ કથાનુયોગ-૩
અસ્તિકાયની વાત અપ્રગટ–અજ્ઞાત છે અને આ ગૌતમ આપણી નજીકથી જ પસાર થઈ રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે આ અર્થ ગૌતમને પૂછવો શ્રેયસ્કર છે. આ પ્રમાણે કહીને તેઓ એકબીજાની વાતને સ્વીકારે છે, સ્વીકારીને જ્યાં ભગવદ્ ગૌતમ છે ત્યાં આવીને તેઓએ ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું -
હે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પંચ અસ્તિકાયનું નિરૂપણ કરે છે. તે આ પ્રમાણે :- ધર્માસ્તિકાય – યાવત્ – આકાશાસ્તિકાય. તેને – યાવત્ – રૂપીકાય, અજીવકાય (આદિ રૂપે) બતાવે છે. તો હે ગૌતમ ! આ કઈ રીતે બને ?
(આજ પ્રકારનો પ્રશ્ર કાલોદાયી આદિએ મક્ક શ્રમણોપાસને પણ કરેલ હતો. તે વાત મક્કની કથામાં જોવી.
૦ આગમ સંદર્ભ – જુઓ – ભગ ૭૪૪-). ૦ ગૌતમ દ્વારા કાલોદાયીનું સમાધાન :
ત્યારપછી ભગવનું ગૌતમે તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! અમે અસ્તિકાયને “નાસ્તિ”—(આ નથી) એમ નથી કહેતા અને નાસ્તિભાવને “અસ્તિ" (આ છે) એમ પણ કહેતા નથી. હે દેવાનુપ્રિયો ! અમે સમસ્ત અસ્તિભાવને “અસ્તિ” કહીએ છીએ અને સમસ્ત નાસ્તિભાવને "નાસ્તિ" કહીએ છીએ. તેથી હે દેવાનુપ્રિયો ! જ્ઞાન દ્વારા સ્વયમેવ આ અર્થનો વિચાર કરો. એ પ્રમાણે તે અન્યતીર્થિકોને કહ્યું.
આ પ્રમાણે કહી જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા – યાવત્ – (પૂર્વે થયેલ વર્ણન પ્રમાણે) ગૌતમ ભક્તપાનને દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે, વંદન–નમસ્કાર કરીને અતિ નિકટ નહીં અતિ દૂર નહીં તેવા સ્થાને – યાવત્ – પર્યાપાસના કરે છે. ૦ ભ૦મહાવીર દ્વારા કાલોદાથીનું સમાધાન :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર મહાકથા પ્રતિપન્ન (ધર્મોપદેશ કરવામાં પ્રવૃત્ત) હતા. ત્યાં કાલોદાયી શીઘ આવ્યો.
શ્રમણ ભગવંત મહાવીરે કાલોદાયીને કહ્યું, હે કાલોદાયી ! અન્યદા કોઈ એક સમયે એકઠા થયેલા – આવેલા – બેસેલા તમે પૂર્વે કહ્યા પ્રમાણે એવો સંકલ્પ થયેલો – થાવત્ – (અસ્તિકાય સંબંધિ) આ વાત કઈ રીતે માની શકાય ?
હે કાલોદાયી ! શું આ વાત સત્ય છે ? હાં, યથાર્થ છે.
હે કાલોદાયી ! એ વાત સત્ય છે, હું પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરું છું, જેમકે – ધર્માસ્તિકાય – યાવત્ – પુદ્ગલાસ્તિકાય, તેમાં ચાર અસ્તિકાય અજીવાસ્તિકાયને અરૂપીકાય કહું છું, પૂર્વે કહ્યા પ્રમાણે – યાવત્ – એક પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય કહું છું.
ત્યારે તે કાલોદાયીએ શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું, હે ભગવંત ! આ અરૂપી અજીવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં બેસવું, સૂવું, ઊભું રહેવું, નીચે બેસવું, પાછું ફરવું આદિમાં કોઈ શક્તિમાન છે ?
આ અર્થ બરાબર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org