________________
શ્રમણ કથાઓ
૧ ૩૫
વાસુદેવ પાસેથી નીકળ્યા. નીકળીને જ્યાં સુધર્માસભા હતી, જ્યાં કૌમુદી નામક ભેરી હતી, ત્યાં આવ્યા. આવીને મેઘસમૂહ સમાન ગંભીર મધુર શબ્દ કરનારી, કૌમુદી ભરીને વગાડી. ત્યારે નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ કરતા એવા શરતુના મેઘની સમાન ભેરીનો શબ્દ સંભળાયો.
ત્યારપછી તે કૌમુદી ભેરીના તાડન કરવાથી તેનો શબ્દ બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, કંદરા, ગુફા, વિવર, કુહર, ગિરિશિખર, નગરના ગોપુર, પ્રાસાદ, વાર, ભવન, દેવકુલ આદિ સમસ્ત સ્થાનોને લાખો પ્રતિધ્વનિઓથી શબ્દાયમાન કરતો અંદર અને બહારના બધાં સ્થાનોમાં ચારે બાજુ ફેલાઈ ગયો.
ત્યારપછી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી તે દ્વારિકા નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર્ડો – યાવત્ – હજારો ગણિકાઓ આદિ તે કૌમુદી ભેરીનો શબ્દ સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયા, આનંદિત ચિત્ત થયા – યાવત્ – હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા થયા. પછી બધાંએ સ્નાન કર્યું. લાંબી લટકતી પુષ્પમાળાઓને ધારણ કરી. કોરા નવીન વસ્ત્રો પહેર્યા. શરીર પર ચંદનનો લેપ કર્યો અને
ત્યારપછી કોઈ અશ્વ પર, કોઈ હાથી પર, કોઈ રથ-શિબિકા અને અંદમાની પર આરૂઢ થયા. કોઈ પગે ચાલતા જ પુરુષોના સમૂહની સાથે કૃષ્ણ વાસુદેવની પાસે આવીને ઉપસ્થિત થયા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે સમુદ્રવિજય આદિ દશ દશાર્ડોને ઇત્યાદિ – યાવત્ – પોતાની નીકટ ઉપસ્થિત થયેલા જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુરંગિણી સેના સજ્જિત કરો અને વિજય ગંધહસ્તીને ઉપસ્થિત કરો. તેઓ “તહરિ'' એમ કહીને વિજયગંધહસ્તીને ઉપસ્થિત કર્યો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સ્નાન કરીને – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને વિજયગંધહસ્તી પર આરૂઢ થઈને, કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્રને ધારણ કરીને ભટો–સુભટોના સમૂહ અને પરિવારથી પરિવૃત્ત થઈને બારામતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. નીકળીને રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું, જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું, ત્યાં આવ્યા.
– આવીને અર્પત્ત અરિષ્ટનેમિના છત્રાતિછત્ર, પતાકા, અતિપતકા, વિદ્યાધરો, ચારણલબ્ધિધારી મુનિઓ અને જંભક દેવોને ઉપરથી નીચે આવતા અને નીચેથી ઉપર જતા જોયા. જોઈને વિજયગંધહસ્તીથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને પાંચ પ્રકારના અભિગમો પૂર્વક અન્ત અરિષ્ટનેમિની સન્મુખ ગયા – યાવત્ – જ્યાં અર્યન્ત અરિષ્ટનેમિ હતા, ત્યાં આવ્યા. આવીને અહંન્ત અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અન્ત અરિષ્ટનેમિથી અતિ નીકટ કે અતિ દૂર નહીં એવા સ્થાને શુશ્રુષા કરતા નમન કરતા અંજલિ કરીને સામે વિનયપૂર્વક બેઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org