________________
શ્રમણ કથાઓ
૧૨૯
હે કાલોદાયી ! એક રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકાયમાં બેસવું, સૂવું – યાવતું – પાછા ફરવામાં કોઈ પણ શક્તિમાન છે.
હે ભગવન્! આ રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકાયમાં જીવોને પાપફળ વિપાકસહિત પાપકર્મ લાગે છે ?
હે કાલોદાયી ! આ અર્થ યોગ્ય નથી. શું આ અરૂપીકાય જીવાસ્તિકાયમાં જીવને પાપફળ વિપાક સહિત પાપકર્મ લાગે?
હાં, લાગે છે. (ભગવંતે કહ્યું). ૦ કાલોદાયી દ્વારા પ્રવજ્યા ગ્રહણ :
આ વાતથી તે કાલોદાયી સંબુદ્ધ થયો અને શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું આપની પાસે ધર્મ શ્રવણ કરવા ઇચ્છું છું – આ પ્રમાણે સ્કંદક સમાન તેણે પ્રવજ્યા અંગીકાર કરી. (કથા જુઓ સ્કંદક) તેની જેમજ અગિયાર અંગોનું અધ્યયન કરી – યાવત્ – વિચરે છે.
ત્યારપછી અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યથી બહાર નીકળ્યા. નીકળીને બહાર જનપદોમાં વિહાર કર્યો.
તે કાળે, તે સમયે રાજગૃહ નામક નગરમાં ગુણશીલક ચૈત્ય હતું. ત્યાં અન્યદા કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર ફરી પધાર્યા – યાવત્ – પર્ષદા પાછી ગઈ. ૦ કાલોદાયી અણગારનો કર્મફળ સંબંધે પ્રશ્ન :
ત્યારપછી તે કાલોદાયી અણગારે અન્ય કોઈ દિવસે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું –
હે ભગવંત ! જીવોના પાપકર્મ પાપફળ વિપાકસહિત હોય છે ? હાં, હોય છે. હે ભગવંત ! જીવોના પાપકર્મ પાપફળ વિપાકસહિત કઈ રીતે હોય છે ?
હે કાલોદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર થાળીમાં પકાવાથી શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત, વિષમિશ્રિત ભોજન કરે, તે ભોજન કરતી વખતે ભદ્ર-સુખકર લાગે છે. પરંતુ ત્યારબાદ તે પરિણમિત થાય ત્યારે કુરૂપતાથી, દુર્ગન્ધતાથી – યાવત્ – (મહાશતક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે) વારંવાર પરિણત થાય છે.
એ જ રીતે હે કાલોદાયી ! જીવોને પ્રાણાતિપાત – યાવત્ – મિથ્યાદર્શન શલ્ય આરંભમાં સારા લાગે છે, ત્યાર બાદ પરિણમિત થાય ત્યારે ધૃણિતરૂપે – યાવત્ - વારંવાર પરિણત થાય છે. આ પ્રમાણે હે કાલોદાયી ! જીવોના પાપકર્મો પાપફળ વિપાકસહિત હોય છે. ૦ કલ્યાણફળ વિપાક સંબંધિ પ્રશ્નોત્તર :
હે ભગવન્! શું જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળ વિપાકસહિત હોય છે ? હાં, હોય છે. હે ભગવન્! જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળ વિપાકસહિત કેવા હોય છે ?
Jain Eu3 S
ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org