________________
૧૨૪
આગમ કથાનુયોગ-૩
- પરંતુ વિશેષ એ કે, પદ્માવતી રાણી હંસ સદશ શેત વસ્ત્રને લઈને શિબિકાની અનુપ્રદક્ષિણા કરીને શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને ઉદાયન રાજાની જમણી બાજુમાં રાખેલ ભદ્રાસન પર બેઠી, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ – છત્રાદિક તીર્થકરોના અતિશયોને જુએ છે, જોઈને સહસ્ત્રપુરુષવાહિની શિબિકાને ઊભી રખાવે છે, તે સહસ્ત્રપુરુષવાહિની શિબિકાથી નીચે ઉતરે છે, ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા કરીને ઇશાન ખૂણામાં ગયા, જઈને સ્વયમેવ આભરણ, માળા, અલંકારોને ઉતાર્યા.
ત્યારે તે પદ્માવતી દેવી હંસલક્ષણા વસ્ત્રમાં આભરણ, માળા અને અલંકારોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તુટેલા હાર, જલધારા, સિંદુવાર પુષ્પની માળા અને મુક્તાવલિ સદશ આંખોથી આંસુઓ – વહાવતી ઉદાયન રાજાને આ પ્રમાણે બોલી–
હે સ્વામી સંયમમાં પ્રયત્નશીલ બનજો, તત્પર થજો, હે સ્વામી ! પરાક્રમ કરજો. આ વિષયમાં પ્રમાદ ન કરજો, એમ કહીને કેસી રાજા અને પદ્માવતી રાણી શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને જે બાજુથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
ત્યાર પછી તે ઉદાયન રાજાએ સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. ઇત્યાદિ વર્ણન ઇષભદત્ત પ્રમાણે જાણવું. (કથા જુઓ ઋષભદત) – થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા.
(ભગવતીજી સ્ત્ર પ્રમાણે આ કથામાં ઉદાયન રાજર્ષિનો મોક્ષ થયો એટલું જ કહ્યું છે, પરંતુ આવશ્યક સૂત્ર પ્રમાણે દીક્ષા પછીની કથા નીચે પ્રમાણે આગળ વધે છે...)
વ્રતના દિવસથી જ તીવ્ર તપસ્યા કરીને ઉદાયન રાજર્ષિએ પોતાનો દેહ શોષવી નાંખ્યો. નિરંતર નીરસ આહાર કરવાથી તેના શરીરમાં રોગ ઉત્પન્ન થયો. કોઈ વૈદ્ય કહ્યું કે, તમે દહીંનું ભક્ષણ કરો. તે ગોકુળમાં રહી દહીંની ગવેષણા કરવા લાગ્યા. અન્યદા વિહાર કરતા વીતીભય નગરે ગયા. ત્યાં તેનો ભાણેજ કેશી રાજા હતો, તેને ઉદાયન રાજર્ષિએ જ રાજ્ય પર સ્થાપેલ.
કેશીકુમારના મંત્રીએ કહ્યું કે, હે રાજન્ ! આ પરીષહથી પરાજિત થયેલ છે, રાજ્યને પ્રાપ્ત કરવા અહીં આવેલ છે ત્યારે કેશીરાજાએ કહ્યું કે, હું રાજ્યને આપી દઈશ,
ત્યારે મંત્રીએ કહ્યું કે, આ રાજધર્મ નથી, એ પ્રમાણે તેણે કેશીકુમારને ઍડ્વાહિત કર્યા. એ રીતે ઘણો કાળ સમજાવવાથી કશીરાજાએ તે વાત માની પછી પૂછયું કે, તો મારે તેમનું શું કરવું ? અમાત્યે કહ્યું, તેને ઝેર આપી દો.
અમાત્યની સલાહથી રાજાએ કોઈ પશુપાલિકા-ગોવાલણી પાસે વિષયુક્ત દહીં અપાવવાની વ્યવસ્થા કરાવી. તેણીએ ઉદાયન રાજર્ષિને દહીંમાં ઝેર આપી દીધું. દેવતાએ તે વિષને સંહરી લીધું અને પછી કહ્યું કે, હે મહર્ષિ ! તમને દહીંમાં વિષ અપાયું છે, કૃપા કરી તમે દહીંને ગ્રહણ કરવાનો ત્યાગ કરી દો. રાજર્ષિએ દહીંનો ત્યાગ કર્યો. ફરી રોગ વધવા લાગ્યો. ફરી દહીં લેવાનો આરંભ કર્યો. ફરી તેમને દહીંમાં ઝેર અપાયું. ફરી દેવતાએ ઝેરને સંહરી લીધું. ફરી દેવતાએ દહીં લેવાની ના પાડી. એ રીતે ત્રણ-ત્રણ વખત દેવતાએ ઝેરને સંહરી લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org