________________
૧૨૦
આગમ કથાનુયોગ-૩
સાથે લીધા, તેમના સહિત મોટા સૈન્ય સાથે તેણે ઉજ્જયની પર ચડાઈ કરી, મરભૂમિને પાર કરવા જતા તેનું સૈન્ય મરવા લાગ્યું. રાજપુરુષોએ આવીને રાજાને નિવેદન કર્યું. ત્યારે પ્રભાવતી દેવને અવધિજ્ઞાનથી આ વાતની ખબર પડી, તેણે આવી ત્યાં ત્રણ પુષ્કરીણિ (વાવ) બનાવી. એક અગ્ર ભાગે, એક મધ્યમ ભાગે અને એક છેડાના ભાગે. ઉજ્યની જઈને ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતને કહ્યું કે, નિરર્થક લોકોને મારવાથી સો લાભ છે? તેના કરતા તારી અને મારી વચ્ચે યુદ્ધ થાય તે સારું. અશ્વ, રથ, હાથી કે ભૂમિમાં જે યુદ્ધ તને પસંદ હોય તે યુદ્ધ કરીએ ત્યારે પ્રદ્યોત કહ્યું કે, આપણે રથયુદ્ધ કરીએ.
ત્યારપછી પ્રદ્યોત રાજા અનલગિરિ હાથી લઈને આવ્યો. ઉદાયન રાજા રથ વડે આવ્યો. ત્યારે ઉદાયન રાજાએ કહ્યું, અહો ! આ તો તે કરેલ સંધિનો ભંગ છે, તો પણ કશો વાંધો નહીં. હવે તું બચવાનો નથી. તેથી તેણે રથને માંડલિક રાજાને આપ્યો. ત્વરાથી હાથીની પીઠ પાછળ ઘસ્યો. રથ વડે જ પ્રદ્યોતને જીતી લીધો. જ્યાં જ્યાં પ્રદ્યોતુ (નો હાથી) પગ મૂકતો ગયો, ત્યાં ત્યાં બાણને ફેંકવા લાગ્યો. તેમ કરતા હાથી પડી ગયો. ઉદાયન રાજાએ રથમાંથી ઉતરીને પ્રદ્યોતને બાંધી લીધો અને તેના મસ્તક પર તપાવેલા લોઢાની શલાકાથી “આ મારી દાસીનો પતિ છે" તેમ અક્ષરો લખી લીધા. ૦ પ્રદ્યોતને કેદ કરી – ઉદાયનનું પાછા આવવું :
ત્યારપછી ઉદાયન રાજાએ પ્રદ્યોત રાજાને કેદમાં નાંખ્યો. રાજા પ્રદ્યોતના મહેલમાં જ્યાં જિનાલય હતું, ત્યાં ગયો, ત્યાં મૂળ પ્રતિમાજીને જોઈ. નમન કરી, સ્તુતિ કરીને ત્યાંથી ઉત્થાપિત કરવા પ્રયત્ન કર્યો, પણ તે પ્રતિમા પોતાને સ્થાનેથી ચલિત ન થઈ, ત્યારે રાજાએ કહ્યું કે, હે નાથ ! મેં શો અપરાધ કર્યો છે કે, આપ મારી સાથે પધારતા નથી. તે સમયે અધિષ્ઠાયક દેવે કહ્યું કે, હે રાજા ! તારું નગર રજોવૃષ્ટિથી સ્થળરૂપ થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવીશ નહીં. માટે તું શોક ન કરીશ.
ત્યારપછી ઉદાયન રાજા પોતાના નગર તરફ પાછો ફરતો હતો. માર્ગમાં ચાતુર્માસ (વર્ષાવાસ) થઈ જતાં ત્યાંજ રહ્યો. ત્યારે દશે રાજાઓ ધૂળનો કિલ્લો બનાવી, છાવણી નાંખ્યા રહ્યા. તે સ્થાને દશપુર નગર વસ્યું. જે રાજા જમતો હતો તે જ ભોજન પ્રદ્યોતને પણ આપતા હતા. અન્યદા પર્યુષણ આવતા, રસોઈયાએ પ્રદ્યોતને પૂછયું કે, તમે શું ભોજન કરશો ? ત્યારે પ્રદ્યોતને વિચાર આવ્યો કે, કોઈ દિવસ નહીં અને આજે આ મને રસોઈનું કેમ પૂછે છે ? ક્યાંક મને મારી નાંખશે. તેથી તેણે રસોઈયાને પૂછયું, “આજે કેમ પૂછો છો ?" તેણે કહ્યું, પર્યુષણા હોવાથી આજે રાજાને પૌષધ-ઉપવાસ છે.
ત્યારે પ્રદ્યોતે કહ્યું કે, મારે પણ આજે ઉપવાસ છે, મારા માતા-પિતા પણ સંયત હતા. મને ખ્યાલ જ નહીં કે આજે પર્યુષણા છે. રસોઈયાએ આ વાત રાજાને કરી. રાજા (ઉદાયન) બોલ્યા કે, હું જાણું છું કે આ ધૂર્ત છે. તો પણ આ કેદમાં હોય તો મારા આ પર્યુષણ શુદ્ધ ન ગણાય. ત્યારે તેને મુક્ત કર્યો. ખમાવ્યો. તેના કપાળમાં અંકિત કરેલા અક્ષરો ઢાંકવા માટે સુવર્ણ રત્નમય પટ્ટ બંધાવીને તેનું રાજ્ય તેને પાછુ સોંપ્યું. ત્યારથી તે “બદ્ધ પટ્ટ” રાજા થયો. તે પૂર્વે તે મુગટબદ્ધ રાજા હતો.
વર્ષાકાળ વીતી ગયા પછી ઉદાયન રાજા પાછો ફર્યો અને જે વણિક વર્ગ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org