________________
શ્રમણ કથાઓ
૧૧૫
તે પરથી અમે બંનેનો અલગ ઉલ્લેખ સ્વીકારીને આ કથાનું સંકલન કર્યું છે અને અલગ ઉલ્લેખ સ્વીકારીએ તો જ આવશ્યક વૃત્યાદિ અનુસારની કથા અને ભગવતીજીની કથાનો મેળ બેસે. અન્યથા જો રાણી દેવ થઈ તો દીક્ષામાં ક્યાંથી આવે ? દીક્ષામાં આંસુ સારતી રાણી હોય તો તે પૂર્વે દીક્ષિત થઈ દેવલોકે ક્યાંથી જાય ?
તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ અભીચિકુમાર હતો, જે સુકુમાર હાથ–પગવાળો, સવંગ પૂર્ણ, પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો, શરીરના લક્ષણવ્યંજન અને ગુણોથી યુક્ત હતો, અંગ પ્રત્યંગ સામુદ્રિક શાસ્ત્રોની અનુરૂપ, માનોન્માન પ્રમાણથી યુક્ત, સુઘટિત, સર્વાગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિવાળો, કાંત, પ્રિયદર્શન અને રૂપ—સૌંદર્યથી પરિપૂર્ણ હતો. તે અભીચિકુમાર યુવરાજ પણ હતો, જે ઉદાયન રાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુરની વ્યવસ્થા–પ્રબંધ કરતો વિચરતો હતો.
તે ઉદાયન રાજાને કેશીકુમાર નામે ભાણેજ હતો, જે સુકુમાર હાથ–પગવાળો – થાવત્ – સુરૂપ હતો.
તે ઉદાયન રાજા સિંધુ સૌવીર પ્રમુખ સોળ દેશો, વીતીભય પ્રમુખ ૩૬૩ નગરો, મહાસેના પ્રમુખ દશ મુગટબદ્ધ રાજાઓનું તેના ઉપર છત્ર ધારણ કરાવાતું હતું અને ચામર ઢોળવામાં આવતી હતી. તથા એ જ રીતે બીજા અનેક રાજા, ઈશ્વર, તલવર, માÉલિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિનું આધિપત્ય કરતો, પ્રમુખત્વ ભોગવતો, સ્વામિત્વ, ભતૃત્વ, આશૈશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતો, પાલન કરતો અને જીવાજીવ તત્વનો જ્ઞાતા શ્રમણોપાસક હતો – યાવત્ – યથાવિધિ તપકર્મને ગ્રહણ કરીને પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ૦ અભયકુમારનો પ્રશ્ન :
અભયકુમારે શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું કે, હે ભગવંતું! અંતિમ (અપશ્ચિમ) રાજર્ષિ કોણ થશે ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે ઉદાયન અંતિમ રાજર્ષિ થશે, ત્યારપછી કોઈ મુગટબદ્ધ રાજા દીક્ષા ગ્રહણ કરશે નહીં.
(ઉદાયન રાજાની દીક્ષાવિષયક નિરૂપણ બે ભિન્ન પ્રકારે જોવા મળે છે. (૧) આવશ્યક નિર્યુક્તિ૭૭૫, ૭૭૬ની વૃત્તિ – જેમાં કુમારનંદી સોનીનો પ્રબંધ અને આવ.નિ. ૧૧૮૪ની વૃત્તિમાં દીક્ષા અને (૨) ભગવતીજી સૂત્ર–૫૮૭ મુજબ ઉદાયન રાજાની પ્રવજ્યા ઇચ્છા, ભગવંત મહાવીરનું આગમન અને દીક્ષા. તે આ પ્રમાણે છે–). ૦ કુમારનંદી સોનીનો પ્રબંધ :- ચંપાનગરીમાં જન્મથી સ્ત્રીલંપટ એવો કુમારનંદી નામે એક સોની રહેતો હતો. તે જે કોઈ સ્વરૂપવતી કન્યાને જુએ કે તેના વિશે સાંભળે તેને ૫૦૦ સોનામહોર આપીને પરણતો હતો. એવી રીતે તેને ૫૦૦ સ્ત્રીઓ થઈ. તે સ્ત્રીઓની સાથે તે એક સ્તંભવાળા મહેલમાં ક્રીડા કરતો હતો. તેને નાગિલ નામે એક મિત્ર હતો.
કોઈ દિવસે પંચશૈલ હીપની અધિષ્ઠાત્રી બે વ્યંતર દેવીઓ ઇન્દ્રની આજ્ઞાથી નંદીશ્વર દ્વીપની યાત્રાએ નીકળી. ત્યાં માર્ગમાં તેનો વિદ્યુમ્માલી નામનો સ્વામીદેવ કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org