________________
શ્રમણ
૧૧૩
ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. જો આવા પ્રકારના અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળવાળું છે, તો પછી તેમની સન્મુખ જવું, તેમને વંદન–નમસ્કાર કરવા, પૃચ્છા કરવી, પર્યુપાસના કરવી તેના ફળ વિશે તો પૂછવાનું જ શું ?
એક જ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરવું જ્યારે મહાફળદાયક છે તો પછી તેના વિપૂલ અર્થનું અવધારણ કરવામાં તો કહેવાનું જ શું હોય ? તેથી હું શ્રમણ ભગવંત મહાવીર પાસે જઉં, તેમને વંદના કરું – યાવત્ – તેની પÚપાસના કરું, એમ કરવું મારા માટે આ ભવ અને પરભવમાં હિત, સુખ, ક્ષમા અને અનુક્રમે નિશ્રેયસ કલ્યાણને માટે થશે, એમ વિચાર્યું, વિચારીને જ્યાં તાપસીનો મઠ હતો ત્યાં આવ્યો, આવીને તાપસીના મઠમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને અનેક લોઢી, લોકડા, કડછા, તાંબાના તાપસ માટેના ઉપકરણો, કિડિન, કાવડ લીધા. લઈને તાપસોના મઠથી બહાર નીકળ્યો.
- નીકળીને વિર્ભાગજ્ઞાનરહિત તે હસ્તિનાપુર નગરના ઠીક મધ્યભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદનાનમસ્કાર કર્યા, કરીને (ભગવંતની) અતિ નીકટ નહીં કે અતિ દૂર નહીં તે સ્થાને ઊભા રહીને શુશ્રુષા કરતા નમસ્કાર કર્યા તથા (ભગવંત) સન્મુખ વિનયપૂર્વક અંજલિ કરીને પર્યાપાસના કરે છે.
ત્યારપછી તે શિવરાજર્ષિ અને વિશાળ પર્ષદાને શ્રમણ ભગવંત મહાવીરે ધર્મ કહ્યો – યાવત્ – તે આજ્ઞાનો આરાધક થયો. ૦ શિવની પ્રવજ્યા અને નિર્વાણગમન :
ત્યારપછી તે શિવરાજર્ષિ શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી, અવધારણ કરી સ્કંદક પરિવ્રાજકની કથામાં કહ્યા પ્રમાણે – યાવત્ – ઇશાન ખૂણામાં જઈને તે ઘણાં લોઢી, લોહ કડાહ, કડછા, તાંબાના ઉપકરણો, કિડિન, કાવડને એકાંત સ્થાનમાં રાખે છે રાખીને સ્વયમેવ પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને ઋષભદત્તની માફક પ્રવ્રજ્યા સ્વીકાર કરી, તેની જેમજ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, તે જ પ્રમાણે બધું વર્ણન કરવું જોઈએ – કાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ :ઠા ૭૩૨ + વૃ, ભ, ૫૦૬ થી ૫૦૮;
ભગ. પર૪ની છે આવ.નિ. ૮૪૬ + ;
આવ.૨.૧-. ૪૬૯;
છ ઉદાયન કથા :
(– ઉદાયન રાજા બીજા પણ છે, જેનો ઉલ્લેખ શ્રાવક કથામાં આવશે. અહીં વીતીભય નગરના ઉદાયન રાજાની કથા છે.
Jain bucdianternational
For Private & Personal Use Only
www.jainelibrary.org