________________
શ્રમણ કથાઓ
૧૧૧
અવધારીને શ્રદ્ધાવાળા થઈને – યાવત્ – શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે. વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
હે ભગવન્! હું આપની અનુજ્ઞાપૂર્વક હસ્તિનાપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતો હતો ત્યારે ઘણાં મનુષ્યોના શબ્દો સાંભળ્યા કે, હે દેવાનુપ્રિયો! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશય યુક્ત જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે અને આ લોકમાં સાતકીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી હીપ અને સમુદ્રો વિચ્છેદ પામે છે.
તો હે ભગવંત ! આ પ્રમાણે કઈ રીતે બને ? હે ગૌતમ ! સંબોધન કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું
હે ગૌતમ ! અનેક મનુષ્યો જે પરસ્પર આ પ્રમાણે કહે છે, તેનું કારણ એ છે કે નિરંતર છઠ–છઠ ભક્તપૂર્વક દિશાચક્રવાલ કર્મથી અને ઊંચા હાથ રાખી સૂર્ય સામે મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતા તે શિવરાજર્ષિને પ્રકૃતિ ભદ્રતા, પ્રકૃતિ ઉપશાંતતા, અત્યલ્પ માત્રામાં ક્રોધ, માન, માયા, લોભપણાથી, મૃદુ માર્દવ સંપન્નતાથી, આજ્ઞાનુસાર વૃત્તિવાળા અને વિનીત હોવાથી કોઈ દિવસે તદાવરક કર્મોના ક્ષયોપશમ અને ઇહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા વિભંગ નામક જ્ઞાન સમૃત્પન્ન થયેલ છે. ઇત્યાદિ પૂર્વવત્ સંપૂર્ણ વર્ણન કરવું.
– યાવતું – ઉપકરણોને નીચે રાખે છે. રાખીને હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં અનેક લોકો આ પ્રકારે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળા જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, તેનાથી આગળ હીપ અને સમુદ્રો વિચ્છેદ થાય છે.
ત્યારપછી શિવરાજર્ષિની પાસેથી આ વાત સાંભળીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથમાં જે અનેક મનુષ્યો પરસ્પર એમ કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે – યાવતું – પ્રરૂપણાં કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળા જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે અને આ લોક સાત દ્વીપ અને સાત સમુદ્રપર્યત છે અને ત્યારબાદ હીપ–સમુદ્ર નથી, તે વાત મિથ્યા છે.
હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે આ પ્રકારે જંબૂદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર બધાં જ આકારમાં એક સમાન પરંતુ વિશાળતાની દૃષ્ટિએ અનેક પ્રકારના છે. ઇત્યાદિ જેમ જીવાજીવાભિગમ સૂત્રમાં કહેલ છે, તે અનુસાર સર્વકથન જાણવું – યાવત્ – હે આયુષ્યમાન્ શ્રમણો ! આ તિછલોકમાં સ્વયંભૂરમણ સમુદ્રપર્યત અસંખ્યાત દ્વીપ સમૂદ્ર છે.
હે ભગવન્! જંબૂલીપ નામક દ્વીપમાં શું વર્ણસહિત અને વર્ણરહિત, ગંધસહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, અન્યોન્ય બદ્ધ–સ્કૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org