________________
શ્રમણ કથાઓ
૧૦૯
કુશ, સમિધ, કાષ્ઠ અને વૃક્ષની શાખા મરોડીને પાંદડા લે છે, લઈને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન, કાવડ નીચે રાખે છે, રાખીને વેદિકા બનાવે છે, બનાવીને વેદિકાને લીપીને શુદ્ધ કરે છે, શુદ્ધ કરીને દર્ભયુક્ત કળશને હાથમાં લઈને
જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવે છે, આવીને ગંગા મહાનદીમાં પ્રવેશે છે. પ્રવેશીને ડુબકી લગાવે છે.
- પછી તે જલક્રીડા કરે છે, ક્રીડા કરીને જલાભિષેક સ્નાન કરે છે, સ્નાન કરીને સારી રીતે સ્વચ્છ, પરમશુચિભૂત થઈને દેવતા અને પિતૃ સંબંધિ કાર્ય કરીને દર્ભ અને કળશને હાથમાં લઈને ગંગા મહાનદીથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને દર્ભ, કુશ અને વાલુકા દ્વારા વેદિકાને રંગે છે, રંગીને શર સાથે અરણિને ઘસે છે, ઘસીને અગ્નિ પેદા કરે છે, પછી સળગાવે છે, સળગાવીને સમિધ કાષ્ઠોને નાંખે છે. નાંખીને અગ્નિને પ્રજ્વલિત કરે છે, પ્રજ્વલિત કરીને અગ્રિની દક્ષિણ બાજુમાં સાત વસ્તુઓને રાખે છે. તે આ પ્રમાણે
(૧) સકથા (કોઈ ઉપકરણ), (૨) વલ્કલ, (૩) દીપસ્થાન, (૪) શય્યા, (૫) ઉપકરણ, (૬) કમંડલુ, (૭) દારુદંડ અને સ્વયં એ બધાને એકઠાં કરે છે.
ત્યારપછી મધુ, ઘી અને ચોખા દ્વારા અગ્નિમાં હોમ કરે છે, હોમ કરીને પૂજા સામગ્રી તૈયાર કરે છે, કરીને તે પૂજા સામગ્રીથી વૈશ્વદેવની પૂજા કરે છે, પૂજા કરીને અતિથિ પૂજા કરે છે, ત્યાર બાદ સ્વયં ભોજન કરે છે.
ત્યારપછી શિવરાજર્ષિ બીજી વખત છઠ તપ અંગીકાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ બીજી વખત છઠ તપના પારણા સમયે આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, કિડિન–કાવડ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને દક્ષિણ દિશાને પ્રોષિત કરે છે, દક્ષિણ દિશાના હે યમ મહારાજા, ધર્મારાધનાને માટે પ્રસ્તુત શિવરાજર્ષિની રક્ષા કરો, ત્યારપછીનું સમસ્ત વર્ણન પૂર્વ દિશાના વર્ણન સમાન જાણવું યાવત્ પછી સ્વયં આહાર કરે છે.
ત્યારપછી તે શિવરાજર્ષિ ત્રીજી વખત છઠ તપ અંગીકાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ત્રીજી વખત પારણાના સમયે આતાપના ભૂમિમાંથી નીચે ઉતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે. પોતાની ઝૂંપડી પાસે આવે છે. આવીને કિડિન-કાવડ લે છે. લઈને પશ્ચિમ દિશાને પ્રોષિત કરે છે – કહે છે – હે પશ્ચિમ દિશાવર્તી અધિપતિ વરુણ મહારાજ ! આત્મસાધના માટે સમુદ્યત શિવરાજર્ષિની રક્ષા કરો, શેષ વર્ણન પૂર્વ દિશાના વર્ણન સમાન જાણવું. યાવત્ ત્યારબાદ આહાર કરે છે.
ત્યારપછી શિવરાજર્ષિ ચોથી વખત છઠ તપ અંગીકાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ચોથી વખત છઠ તપના પારણા સમયે આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, ઉતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન-કાવડ લે છે, લઈને ઉત્તર દિશાને પ્રોક્ષિત કરે છે અને કહે છે – હે ઉત્તર દિશા અધિપતિ વૈશ્રમણ મહારાજા ! ધર્મારાધના માટે સમુદ્યત શિવરાજર્ષિની રક્ષા કરો, શેષ વર્ણન પૂર્વદિશાના વર્ણન પ્રમાણે જાણવું – યાવતું ત્યારપછી આહાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org