________________
શ્રમણ કથાઓ
૧૦૭
અગ્નિહોત્રી, પોતિક, કૌતિક ઇત્યાદિ ઉવવાઈ સૂત્રમાં જણાવ્યા અનુસાર – યાવત્ – આતાપના દ્વારા, પંચાગ્રિ તપ દ્વારા, અંગારોથી શરીરને તપાવતા એવા, કંડોની અગ્રિથી શરીરને તપાવતા, કાષ્ઠની અગ્નિથી શરીરને તપાવતા વિચારી રહ્યા છે, તેઓમાં દિશપ્રોક્ષક તાપસ છે, તેમની પાસે મુંડિત થઈને દિશપ્રોક્ષક તાપસપણાની પ્રવજ્યા અંગીકાર કરવી માટે માટે શ્રેયસ્કર છે.
હું પ્રવજ્યા અંગીકાર કરીને આ આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ કે, જીવન પર્યત નિરંતર છઠ–છઠ ભક્ત તપ કરતા – દિગૂ ચક્રવાલ તપોકર્મ દ્વારા ઊંચા હાથ રાખીને સૂર્યની તરફ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરણ કરું.
આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને બીજી રાત્રિનું પ્રભાત થયું ત્યારે – થાવત્ – તેજથી જાજ્વલ્યમાન સસરશ્મિ દિનકર–સૂર્યનો ઉદિત થયા પછી ઘણી બધી લોઢિયો, લોઢાની કડાઈઓ, કડછાં અને તાંબાના તાપસોના ઉપકરણ બનાવડાવી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
' હે દેવાનુપ્રિયો ! જલ્દીથી હસ્તિનાપુર નગરને અંદર અને બહારથી જળ છંટકાવીને સાફ અને સ્વચ્છ કરો, ચુના વડે ધોળો, ઇત્યાદિ કરીને – યાવત્ – ઉત્તમ સુગંધિત દ્રવ્યો વડે સુગંધ વર્તિકા સમાન કરો અને કરાવો અને તે પ્રમાણે કરાવીને આજ્ઞાનુસાર કાર્ય થયાની મને સૂચના આપો.
તેઓએ પણ તે પ્રમાણે કરીને આજ્ઞાનુસાર કાર્ય થયાની સૂચના આપી. ૦ શિવભદ્રકુમારનો રાજ્યાભિષેક :
ત્યારપછી શિવ રાજા અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલોથી પરિવૃત્ત થઈને શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસન પર પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસાડે છે. બેસાડીને ૧૦૮ સુવર્ણકળશો – યાવત્ – ૧૦૮ માટીના કળશો દ્વારા સંપૂર્ણ ઋદ્ધિ સહિત – થાવત્ – વાદ્યોના નિર્દોષપૂર્વક મહાનું રાજ્યાભિષેકથી અભિષેક કરે છે. તેમ કરીને પહ્મલ સમાન સુકોમળ કાષાયિક ગંધ વડે સુગંધિત વસ્ત્રથી શરીરને સાફ કરે છે, કરીને સરસ ગોશીર્ષ ચંદનનો શરીરે લેપ કરે છે ઇત્યાદિ વર્ણન જમાલિની કથા મુજબ કરવું.
– યાવત્ – કલ્પવૃક્ષ સંદેશ તેને અલંકૃત–વિભૂષિત કરે છે. વિભૂષિત કરીને દશ નખોને એકઠા કરીને, બંને હાથ જોડી, મસ્તકે સ્પર્શ કરી, અંજલિ કરીને શિવભદ્રકુમારને જય-વિજય શબ્દોથી સેંકડો મંગલ વચનોથી અનવરત અભિનંદન કરતા, સ્તુતિ કરતા આ પ્રમાણે કહ્યું
હે નંદ ! તમારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાઓ, જય થાઓ. અવિજિતને જીતો અને જીતેલાનું પાલન કરો. જીતેલાની વચ્ચે વસો. દેવોમાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારાઓમાં ચંદ્ર સમાન, મનુષ્યોમાં ભરત ચક્રવર્તી સમાન ઘણાં વર્ષો સુધી, ઘણી સદી સુધી, ઘણાં હજારો વર્ષો સુધી, ઘણાં લાખો વર્ષો સુધી, કોઈ વિદનરહિત, હર્ષિત અને સંતુષ્ટ થઈને, દીધાર્યું ભોગવો અને ઇષ્ટજનોના પરિવારથી યુક્ત થઈને, હસ્તિનાપુર નગરનું તથા બીજા અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org