________________
ભ્રમણ કથાઓ
આર્યો ! અમારો આત્મા સામાયિક છે અને અમારો આત્મા જ સામાયિકનો અર્થ છે યાવત્ – અમારો આત્મા વ્યુત્સર્ગ છે અને અમારો આત્મા જ વ્યુત્સર્ગનો અર્થ છે. ત્યારે કાલાસ્યવેષિપુત્ર અણગારે તે સ્થવીર ભગવંતોને આ પ્રમાણે પૂછ્યું હે આર્યો ! જો આત્મા જ સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ છે – યાવત્ - આત્મા જ વ્યુત્સર્ગ છે અને આત્મા જ વ્યુત્સર્ગનો અર્થ છે તો આપ ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરીને હે આર્યો ! ક્રોધાદિની ગર્હ નિંદા કેમ કરો છો ? હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સંયમને માટે ગર્દાદિ કરીએ છીએ.
હે ભગવન્ ! શું ગર્હા કરવી એ સંયમ છે કે અર્હા કરવી અસંયમ છે ? હે કાલાસ્યવેષિ પુત્ર ! ગર્હ સંયમ છે, અગત્હ સંયમ નથી. ગર્હ બધાં દોષોને દૂર કરે છે આત્મા સમસ્ત મિથ્યાત્વને જાણીને ગર્હા દ્વારા દોષનિવારણ કરે છે. આ પ્રમાણે અમારો આત્મા સંયમમાં પુષ્ટ થાય છે અને અમારો આત્મા સંયમમાં ઉપસ્થિત રહે છે. આ પ્રમાણે સ્થવીર ભગવંતોનો ઉત્તર સાંભળીને તે કાલાસ્યવેષિપુત્ર અણગાર બોધ પામ્યા અને તેમણે સ્થવીર ભગવંતને વંદના કરી નમસ્કાર કર્યો. વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્ ! આ પૂર્વોક્ત પદો પહેલા મેં જાણ્યા ન હતા, સાંભળ્યા ન હતા, બોધ થયો ન હોવાથી તેનું જ્ઞાન ન હતું. તે દૃષ્ટ ન હતા, વિચારિત ન હતા. સાંભળ્યા ન હતા. વિશેષરૂપે જાણ્યા ન હતા, કહેલા ન હતા, અનિર્ણિત હતા, ઉષ્કૃત ન હતા. આ પદો અવધાર્યા ન હોવાથી, આ અર્થમાં શ્રદ્ધા કરી ન હતી. પ્રતીતિ કરી ન હતી. રુચિ કરી ન હતી.
-
પરંતુ હે ભગવન્ ! હવે આ પદો જાણ્યા છે, સાંભળ્યા છે, બોધ થયો છે, જ્ઞાન થયું છે, દૃષ્ટ થયા છે, ચિંતિત કર્યા છે, સાંભળ્યા છે, વિશેષે જાણ્યા છે, આપના દ્વારા કહેવાયા છે, નિર્ણિત કર્યા છે, ઉધૃત થયા છે અને આ પદોનું અવધારણ કરવાથી હવે હું આ અર્થની હું શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું. હે ભગવન્ ! આપ જે આ કહો છો – તે યથાર્થ છે, તે એ જ પ્રમાણે છે.
.
૧૦૫
Jain Education International
–
કાલાવેષિપુત્ર દ્વારા પંચમહાવ્રત ધર્મ સ્વીકાર :
-
ત્યારપછી તે સ્થવીર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - હે આર્ય ! જેમ અમે કહીએ છીએ, તે જ પ્રમાણે તમે શ્રદ્ધા રાખો, પ્રીતિ કરો, રુચિ રાખો. ત્યારે તે કાલાસ્યવેષિપુત્ર અણગાર સ્થવીર ભગવંતોને વંદના—નમસ્કાર કરે છે, વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે ભદંત ! તમારી પાસે ચાતુર્યામ ધર્મને બદલે હું પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળો ધર્મ અંગીકાર કરી વિચરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર અણગારે સ્થવીર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરી પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળો ધર્મ અંગીકાર કરી વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર અણગારે ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન
For Private & Personal Use Only
www.jainelibrary.org