________________
૧૧૦
આગમ કથાનુયોગ-૩
૦ શિવરાજર્ષિને વિલંગ જ્ઞાન :
ત્યારપછી નિરંતર છઠ–છઠ તપ કરવાથી, દિશા ચક્રવાલ તપકર્મ વડે અને ઉપરની તરફ હાથ ઉઠાવીને સૂર્યની સન્મુખ મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેવાથી તેમજ પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, અત્યલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા હોવાથી, મૃદુ માર્દવ સંપન્નતાથી, આજ્ઞાનુરૂપ વૃત્તિવાળા હોવાથી, વિનીત હોવાથી, તે શિવરાજર્ષિને કોઈ દિવસે તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરવાથી વિલંગ નામક જ્ઞાન ઉત્પન્ન થયું. તે ઉત્પન્ન વિભંગ જ્ઞાનથી તે જોવા લાગ્યો કે, લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, પણ આગળ કંઈ જોતો-જાણતો નથી.
- ત્યારપછી તે શિવરાજર્ષિને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ થયો કે, મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે. આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે ત્યારપછી કોઈ હીપ અને સમુદ્ર નથી. આ પ્રમાણેનો વિચાર કરે છે, કરીને આતાપના ભૂમિથી નીચે ઉતર્યો, ઉતરીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં આવ્યો. આવીને અનેક પ્રકારની લોઢી, લોહકટાહ, કડછા, તાંબાના તાપસ ઉપકરણો, કિડિણ—કાવડ ગ્રહણ કર્યા ગ્રહણ કરીને જ્યાં હસ્તિનાપુર નગર છે, જ્યાં તાપસનો મઠ છે, ત્યાં આવ્યો. આવીને ઉપકરણો નીચે મૂકીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથ આદિમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપિત કરે છે – હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે. આ લોકમાં સાત હીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી હીપ અને સમુદ્રનો અંત આવે છે.
ત્યારપછી શિવરાજર્ષિની પાસે આ અર્થને સાંભળીને અને અવધારીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથો પર અનેક લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા – યાવત્ – પ્રરૂપિત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ એવું કહે છે – યાવત્ – પ્રરૂપિત કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી કીપ અને સમુદ્ર નથી, તો આ વાત કઈ રીતે માની શકાય ? ૦ લીપ અને સમુદ્ર વિશે ભગવંત મહાવીરની પ્રરૂપણા :
તે કાળ, તે સમયમાં મહાવીર સ્વામી સમોસર્યા, પર્ષદા નીકળી. ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર પૂર્વે કરાયેલ વર્ણન અનુસાર (જુઓ અતિમુક્તમુનિની કથા) – યાવત્ – ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતા-કરતા અનેક મનુષ્યોના શબ્દોને સાંભળે છે, તે અનેક મનુષ્યો એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, મને અતિશયયુક્ત જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે. આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે. ત્યારપછી હીપ-સમુદ્રોનો વિચ્છેદ થઈ જાય છે. તો આ વાત કઈ રીતે માનવી ?
ત્યારપછી ભગવદ્ ગૌતમ તે અનેક મનુષ્યોના મુખેથી આ વાતને સાંભળીને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org