________________
૯૨
આગમ કથાનુયોગ-૩
તેથી હે કુંદક ! દ્રવ્યથી સિદ્ધ અંતસહિત, ક્ષેત્રથી સિદ્ધ અંતસહિત છે, કાળથી સિદ્ધ અંતરહિત અને ભાવથી પણ અંતરહિત છે. ૦ મરણ પ્રરૂપણા :
હે કુંદક ! તને જે આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, જીવ કયા મરણથી મરે તો તેનો સંસાર વધે છે અથવા ઘટે છે ? તેનો ઉત્તર પણ આ પ્રમાણે છે – હે ઠંદક ! મેં મરણ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે – બાલ મરણ અને પંડિત મરણ.
તેમાંથી બાલમરણ શું છે ?
બાળમરણ બાર પ્રકારે કહ્યું છે – તે આ પ્રમાણે :- (૧) વલય મરણ, (૨) વશારૂં મરણ, (૩) અંતઃશલ્ય મરણ, (૪) તદ્ભવ મરણ, (૫) ગિરિપતન, (૬) તરૂપતન, (૭) જળપ્રવેશ, (૮) અગ્નિપ્રવેશ, (૯) વિષભક્ષણ, (૧૦) શસ્ત્રઘાત, (૧૧) ફાંસી લગાવવી અને (૧૨) ગૃપૃષ્ઠ. (હિંસક પક્ષી-પશુઓ દ્વારા મરણ).
હે áદક ! આ બાર પ્રકારના બાળમરણોથી મરવાથી જીવ અનંતીવાર નારકભવોને પ્રાપ્ત કરે છે. અનંત તિર્યંચભવોના ગ્રહણથી પોતાની આત્માને સંયોજિત કરે છે, અનંત વાર મનુષ્યભવોને પ્રાપ્ત કરે છે અને અનંતવાર દેવભવોને ધારણ કરે છે અને અનાદિ, અનંત, વિસ્તૃત, ચતુર્ગતિરૂપ સંસારરૂપ વનમાં ભટકતો રહે છે.
આ પ્રકારના બાળ મરણથી મરનાર જીવ પોતાના સંસારને વધારે છે. અર્થાત્ આવા બાળમરણથી સંસારની વૃદ્ધિ થાય છે.
તે પંડિત મરણ શું છે ?
પંડિત મરણ બે પ્રકારનું છે – તે આ પ્રમાણે :- (૧) પાદપગમન અને (૨) ભક્ત પ્રત્યાખ્યાન.
પાદોપગમન મરણ શું છે ?
પાદોપગમન મરણ બે પ્રકારનું છે. તે આ પ્રમાણે :- (૧) નિરિમ અને (૨) અનિરિમ. આ બંને પ્રકારના પાદોપગમન મરણ પ્રતિકર્મરહિત છે. આવું પાદોપગમન મરણનું સ્વરૂપ છે.
ભક્ત પ્રત્યાખ્યાન મરણ શું છે ?
ભક્ત પ્રત્યાખ્યાન મરણ બે પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે :- (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ. આ બંને મરણ પ્રતિકર્મસહિત છે. આ ભક્ત પ્રત્યાખ્યાન મરણનું સ્વરૂપ છે.
હે કુંદક ! આ બંને પ્રકારના પંડિત મરણોથી મરનારો જીવ નારકોના અનંતભવોને પ્રાપ્ત નથી કરતો. અનંત તિર્યંચભવોને પ્રાપ્ત નથી કરતો. અનંત મનુષ્યભવોને પ્રાપ્ત નથી કરતો. અનંત દેવભવોને પ્રાપ્ત નથી કરતો. પરંતુ અનાદિ, અનંત, વિશાળ, ચાતુર્ગતિક રૂપ સંસાર વનને પાર કરી જાય છે.
આવા પ્રકારના મરણથી મરવાથી જીવનો સંસાર ઘટે છે. આ પંડિત મરણનું સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org