________________
શ્રમણ કથાઓ
૯૫
હે ભગવંત! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું દ્વિ-માસિક ભિક્ષુ પ્રતિમા ધારણ કરીને વિચરવા ઇચ્છું છું. ભગવંતે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો પણ વિલંબ ન કરો.
આ પ્રમાણે ત્રિમાસિક, ચાતુર્માસિક, પંચમાસિક, છમાસિક, સપ્ત માસિક, પ્રથમ સાત રાત્રિ-દિવસની, બીજી સાત રાત્રિ-દિવસની, ત્રીજી સાત રાત્રિ-દિવસની, ચોથી રાત્રિ-દિવસની અને પાંચમી એક રાત્રિકી પ્રતિમાની આરાધના કરી (પાલન કર્યું).
ત્યારપછી તે કુંદક અણગાર એકરાત્રિકી ભિક્ષુપ્રતિમાની સ્ત્ર અનુસાર યાવત્ આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કર્યો, વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું
હે ભગવંત! જો આપની આજ્ઞા હોય તો હું ગુણરત્ન સંવત્સર નામક તપોકમને ધારણ કરીને વિચરવા ઇચ્છું છું. ત્યારે ભગવંતે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ૦ સ્કંદક દ્વારા તપ આરાધના – તપથી દેહની શુષ્કતા :
ત્યારપછી તે કુંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પ્રાપ્ત થવાથી હર્ષિત થયા, સંતુષ્ટ થયા – યાવત્ – નમસ્કાર કરીને ગુણરત્ન સંવત્સર તપ ધારણ કરીને વિચરવા લાગ્યા.
ત્યારપછી તે સ્કંદક અણગાર ગુણરત્ન સંવત્સર તપની સ્ત્ર અનુસાર, આચાર અનુસાર – યાવત્ – આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા. વંદના-નમસ્કાર કરીને ઘણાં બધાં ઉપવાસ, છઠ, અઠમ, ચોલુ-પચોલું, માસક્ષમણ, અર્ધ માસક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
- ત્યારપછી તે સ્કંદક અણગાર પૂર્વોક્ત પ્રકારના ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, શોભાયુક્ત, ઉગ્ર, ઉદાત્ત–
ઉત્પલ, ઉત્તમ, ઉદાર અને મહાનું પ્રભાવવાળા તપ કર્મથી શુષ્ક, રૂક્ષ, માંસરહિત થઈ ગયા, માત્ર હાડકા અને ચામડાથી આચ્છાદિત જેવા રહી ગયા.
તેઓ જ્યારે ચાલતા હતા ત્યારે હાડકામાંથી કડકડ અવાજ થતો હતો. દુર્બળ થઈ ગયા હતા. તેની નસો દેખાતી હતી. તે હવે ફક્ત પોતાના આત્મબળથી જ ચાલતા હતા. આત્મબળથી જ બેસતા હતા, તેઓ એટલા કમજોર થઈ ગયા હતા કે બોલ્યા પછી થાક અનુભવતા હતા. બોલતા–બોલતા અને બોલવાનો વિચાર કરે તો પણ ગ્લાનિ થતી હતી.
જેમ કોઈ લાકડાંની ભરેલી ગાડી હોય, પાંદડાની ભરેલી ગાડી હોય અથવા પાંદડા, તલ અને બીજા કોઈ સામાનની ભરેલી ગાડી હોય અથવા એરંડકાષ્ઠથી ભરેલી ગાડી હોય કે કોલસાની ભરેલી ગાડી હોય તો જ્યારે તે બધી ગાડીઓમાં ધૂપમાં સુકાવીને પાંદડા આદિ ભરી ધકેલાય તો તે ગાડી અવાજ (ખડખs) કરતી ચાલે છે અને અવાજ કરતી–કરતી જ ઊભી રહે છે.
એ જ પ્રકારે કંઇક અણગાર પણ જ્યારે ચાલતા કે ઊભા રહેતા હતા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org