________________
૯૮
આગમ કથાનુયોગ-૩
માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરી સાઠ ભક્ત અનશન વડે આહારાદિનો ત્યાગ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત કરીને, કાળધર્મ પામ્યા. ૦ કંઇક અણગારના વસ્ત્ર–પાત્રાદિ પાછા લાવવા :
ત્યારપછી સ્કંદક અણગારને કાલગત જાણીને તે સ્થવીરોએ પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો. કરીને પાત્ર અને વસ્ત્રોને લીધા. લઈને વિપુલ પર્વતથી ધીમેધીમે નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
આપ દેવાનપ્રિયના અંતેવાસી સ્કંદક નામના અણગાર જે પ્રકૃતિથી ભદ્ર, સ્વભાવથી વિનીત, પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી જ અતિ અલ્પતમ ક્રોધ, માન, માયા, લોભવાળા, માર્દવ, આર્જવ સંપન્ન, ગુરુ આજ્ઞામાં લીન તથા ભદ્ર અને વિનીત હતા તથા જે આપ દેવાનુપ્રિયની અનુમતિ પ્રાપ્ત કરીને સ્વયં જ પાંચ મહાવ્રતોનું આરોપણ કરી, શ્રમણ અને શ્રમણીઓની ક્ષમાપના કરી અમારી સાથે વિપુલ પર્વત પર ધીમે ધીમે ચડ્યા હતા – થાવત્ – માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરીને, સાઠ ભક્ત પાનોનો અનશન દ્વારા ત્યાગ કરીને, આલોચના–પ્રતિક્રમણ કર્યા બાદ, સમાધિ પ્રાપ્ત કરીને અનુક્રમે કાળધર્મ પામ્યા. આ તેના ઉપકરણો છે. ૦ કુંદક અણગારની ગતિ :
હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું – આપ દેવાનુપ્રિયના અંતેવાસી સ્કંદક નામના અણગાર કાળમાસમાં કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા છે ?
હે ગૌતમએ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે જણાવ્યું, હે ગૌતમ ! મારા અંતેવાસી સ્કંદક નામક અણગાર જે પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી અતિ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, માર્દવ–આર્જવ સંપન્ન, આજ્ઞામાં લીન, વિનીત હતા. તેમણે મારી અનુજ્ઞા પ્રાપ્ત કરીને, સ્વયં પાંચ મહાવ્રતોનું આરોપણ કર્યું – યાવત્ - માસિકી સંલેખનાપૂર્વક આત્માને શુદ્ધ કરીને, સાઠ ભક્તપાનોનું અનશન દ્વારા છેદન કરીને આલોચના–પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત કરીને, કાળમાસે કાળ કરીને અય્યત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
તે કલ્પમાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમની આયુ હોય છે. ત્યાં કુંદક દેવની પણ બાવીશ સાગરોપમની સ્થિતિ છે.
હે ભગવન્! તે સ્કંદક દેવ આયુભય, ભવલય, સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ઐવિત થઈને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! તે સ્કંદમદેવ મહાવિદેહ વર્ષક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સમગ્ર દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ભગ ૧૧૨ થી ૧૧૭; અંત. ૫; અનુત્ત. ૧; ગચ્છ. ૧૦૦–4;
– ૮
– ૮
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org