________________
શ્રમણ કથાઓ
સાંભળ્યું. અહીં બધું જ પૂર્વવત્ જાણવું – યાવત્ – ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું – યાવત્ - શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું–
-
wy
હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું, બોલું છું – યાવત્ - પ્રરૂપણા કરું છું કે દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્ય સમય અધિક ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. ત્યારપછી દેવો અને દેવલોકોનો વિચ્છેદ થાય છે.
G
-
હે ભગવન્ ! શું સૌધર્મકલ્પમાં વર્ણસહિત અને વર્ણરહિત, ગંધસહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત એકબીજા સાથે બદ્ધ, એકબીજા સાથે સ્પષ્ટ, એકબીજા સાથે બદ્ધ—પૃષ્ટ, એકબીજા સાથે મળેલ દ્રવ્ય છે?
હે ગૌતમ ! હા, છે.
આ પ્રમાણે ઇશાન દેવલોકમાં પણ જાણવું – યાવત્ – અચ્યુત કલ્પમાં અને ત્રૈવેયક વિમાનોમાં, અનુત્તર વિમાનોમાં અને ઇષાભારાપૃથ્વીમાં અને સિદ્ધશિલામાં પણ વર્ણસહિત ઇત્યાદિ દ્રવ્ય છે ?
હાં, ગૌતમ ! છે.
ત્યારપછી તે વિશાળ પરિષદ્
યાવત્ – જે દિશામાંથી આવી હતી, તે જ
દિશામાં પાછી ગઈ.
ત્યારપછી આલભિકા નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગ આદિમાં ઘણાં મનુષ્યો એવું કહેવા – હે દેવાનુપ્રિયો ! જો પુદ્ગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે
-
યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા
-
યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે અને દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે
-
-
યાવત્ – ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. ત્યાર બાદ દેવો અને દેવલોકોનો વિચ્છેદ થાય છે. તેનું આ કથન યથાર્થ નથી.
શ્રમણ ભગવંત મહાવીર તો એવું કહે છે કે
યાવત્ – દેવલોકોમાં દેવોની
જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક
૧૦૧
MM
યાવત્ – અસંખ્ય સમય અધિક ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિ છે. ત્યારપછી દેવો અને દેવલોકો વિચ્છેદ થાય છે.
-
૦ પુદ્ગલનું ભગવંત સમીપે આગમન :–
ત્યારપછી તે પુદ્ગલ પરિવ્રાજક ઘણાં મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને શંકિત, કાંક્ષિત, સંદેહાપત્ર, ભેદસમાપન્ન અને કલેશસમાપન્ન થયો. ત્યારે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવને પ્રાપ્ત થયો અને તે પુદ્ગલ પરિવ્રાજકનું વિભંગજ્ઞાન તત્કાળ નષ્ટ થઈ ગયું.
ત્યારપછી પુદ્ગલ પરિવ્રાજકને આ પ્રકારનો અધ્યવસાય
ઉત્પન્ન થયો – આ પ્રકારે ધર્મના આદિકર તીર્થંકર
-
Jain Education International
યાવત્ – સંકલ્પ યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ
ભગવંત મહાવીર આકાશમાં ચાલતા એવા ધર્મચક્ર – યાવત્ – શંખવન ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા
For Private & Personal Use Only
-
www.jainelibrary.org