________________
૧૦૦
આગમ કથાનુયોગ-૩
૦ પુગલને વિલંગ જ્ઞાન :
ત્યારપછી તે પુદગલ પરિવ્રાજકને નિરંતર છઠ–છઠ તપ કરવાથી, ઊંચા હાથ રાખીને સૂર્ય સન્મુખ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેવાથી તથા પ્રકૃતિથી ભદ્રતા–પ્રકૃત્તિથી ઉપશાપણું, પ્રકૃત્તિથી અત્યલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા હોવાથી મૃદુતા અને માર્દવતા સંપન્ન હોવાથી, આજ્ઞાનુરૂપ વૃત્તિવાળા હોવાથી, વિનીત હોવાથી કોઈ એક દિવસે તદાવરક કર્મોનો ક્ષયોપશમ થવાથી તેમજ ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરવાથી વિભંગ નામક જ્ઞાન ઉત્પન્ન થયું. તે ઉત્પન્ન વિભંગ જ્ઞાન દ્વારા બ્રહ્મલોક કલ્પવાસી દેવોપર્વતની સ્થિતિને જોવા અને જાણવા લાગ્યો. ૦ દેવસ્થિતિ વિષયક પગલનું વિર્ભાગજ્ઞાન :
ત્યારે તે પુદ્ગલ પરિવ્રાજકને આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્ય સમય અધિક કરતા કરતા ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યારપછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે.
આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને આતાપના ભૂમિથી ઉદ્દયો, ઉઠીને ત્રિદંડ, કુંડિકા – યાવત્ – ભગવા વસ્ત્રોને લીધા. લઈને જ્યાં આલભિકા નગરી હતી,
જ્યાં પરિવ્રાજક મઠ હતો. ત્યાં આવે છે, આવીને ઉપકરણોને રાખ્યા. રાખીને આલભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથમાં જઈને પરસ્પર ઘણાં જ મનુષ્યોને આ પ્રમાણે કહેવા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યો કે–
હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે. દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ છે અને તેની ઉપર એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્યાત સમય અધિક વધતા વધતા ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ કહી છે. ત્યારપછી દેવ અને દેવલોક વિચ્છેદ થાય છે.
ત્યારે પુદ્ગલ પરિવ્રાજકની આ વાતને સાંભળીને અને અવધારણ કરીને આલલિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથ પર ઘણાં મનુષ્યો એકબીજાને આ પ્રમાણે કહેવા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! પુદગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે
હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે, દેવલોકમાં ૧૦,૦૦૦ વર્ષની જઘન્ય સ્થિતિ કહી છે અને તેના ઉપર એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્ય સમય અધિક કરતા કરતા ઉત્કૃષ્ટ દશ સાગરોપમની સ્થિતિ છે. ત્યારપછી દેવો અને દેવલોકોનો અંત થાય છે. આ કેમ માનવું ? ૦ ભગવંત મહાવીર દ્વારા દેવ સ્થિતિનું યથાર્થ કથન :
ભગવંત મહાવીર સમોસર્યા, પર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. ભગવનું ગૌતમ એ જ રીતે ભિક્ષાચર્યાને માટે નીકળ્યા અને તેમણે ઘણાં જ મનુષ્યો પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org