________________
શ્રમણ કથાઓ
૯૩
હે સ્કંદક ! પૂર્વોક્ત બે પ્રકારના મરણ દ્વારા મરતા એવા જીવનો સંસાર વધે પણ છે અને ઘટે પણ છે. ૦ સ્કંદકની પ્રવજ્યા :
આ વાત સાંભળીને તે કાત્યાયનગોત્રીય સ્કદકપરિવ્રાજક સંબુદ્ધ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો – હે ભગવંત ! હું આપની પાસેથી કેવલી પ્રરૂપિત ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પરંતુ વિલંબ (પ્રતિબંધ) ન કરો. * ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજક તથા ઉપસ્થિત વિશાલ જનસમૂહને ધર્મ કહ્યો.
ત્યારપછી તે કાત્યાયનગોત્રીય સ્કંદકપરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મશ્રવણ કરીને, અવધારીને, હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પ્રીતિમના, પરમ સૌમનસ અને હર્ષવશ વિકસિત હદયવાળો થયો અને આસનેથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના– નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને તે આ પ્રમાણે બોલ્યો
હે ભગવંત ! હું નિર્ચન્જ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જેવું આપ કહો છો, એવું કહીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને ઇશાન ખૂણામાં ગયો, ત્યાં જઈને ત્રિદંડ, કુંડી – યાવત્ – ગેરુ રંગી વસ્ત્રને એકાંતમાં રાખે છે. રાખીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન છે,
ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે, કરીને વંદના-નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો
હે ભગવન્! આ લોક જરા અને મરણથી આલિત છે, હે ભગવન્! પ્રલિપ્ત છે અને હે ભગવન્! આલિપ્ત–પ્રલિપ્ત છે. તેથી જેમ કોઈ ગૃહપતિ અગ્નિથી બળતા એવા ઘરમાંથી જે અલ્પભારવાળું પણ બહુમૂલ્ય સામાન હોય, તેને લઈને એકાંતમાં ચાલ્યો જાય છે. આ અવશિષ્ટ બચેલો સામાન મને આગળ-પાછળ હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ અને અનુક્રમે અંતમાં નિશ્રેયસ કલ્યાણરૂપ થશે.
આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! મારો આત્મા પણ એક પ્રકારની બહુમૂલ્ય વસ્તુ છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, ધૈર્ય અને વિશ્વાસના આધારરૂપ, સંમત, બહુમત, અનુમત અને આભૂષણની મંજૂષા સમાન છે. તેથી તેને શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, ચોર, વાઘ, ડાંસા, મચ્છર, વાત, પિત, શ્લેષ્મ, સન્નિપાત આદિ વિવિધ પ્રકારના રોગતંક, પરીષહ, ઉપસર્ગ આદિ સ્પર્શ ન કરે, હાનિ ન પહોંચાડે અને ઉપરોક્ત વિદનોથી તેને બચાવી લઉં. તો તે મારો આત્મા પરભવમાં હિતરૂ૫, સુખરૂપ. કુશલરૂપ અને પરંપરાએ કલ્યાણરૂપ થશે.
તેથી હે દેવાનુપ્રિય ! હવે હું ઇચ્છું છું કે, આપ સ્વયં મને પ્રવજિત કરો, મુંડિત કરો. સ્વયનવ શિક્ષા આપો, શીખવો, સ્વયં આચાર, ગોચર, વિનય, વૈનાયિક, વિનયનું ફળ, ચરણ, કરણ, યાત્રા, માત્રારૂપ ધર્મ કહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org