________________
શ્રમણ કથાઓ
૦ કૃતંગલામાં ભ૰મહાવીરનું સમવસરણ :
તે કાળ, તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરીના નિકટવર્તી ગુણશીલક ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદ વિહારથી વિચરણ કરતા હતા. તે કાળે, તે સમયે કૃતંગલા નામની નગરી હતી. તે કૃતંગલા નગરીની બહાર ઇશાનખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું. તે સમયે ઉત્પન્ન જ્ઞાન–દર્શનના ધારક શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – સમવસર્યા. પર્ષદા નીકળી. ૦ શ્રાવસ્તીમાં સ્કંદક પરિવ્રાજક :--
તે કૃતંગલા નગરીની નજીક શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવસ્તી નગરીમાં કાત્યાયન ગોત્રીય ગર્દભાલનો શિષ્ય સ્કંદક નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તથા પાંચમો ઇતિહાસ અને છઠ્ઠો નિઘંટુ એ છ નો સાંગોપાંગ અને રહસ્યસહિત પ્રવર્તક, ધારક, પારગામી હતો. છ અંગનો જ્ઞાતા હતો, ષષ્ઠિતંત્રમાં વિશારદ હતો, ગણિતશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર તથા બીજા પણ અનેક બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધિ નીતિ અને દર્શનશાસ્ત્રોમાં અત્યંત નિપુણ હતો. ૦ પિંગલ દ્વારા લોકાદિના વિષયમાં પ્રશ્ન :
૮૭
તે જ શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક (મહાવીર) શ્રાવક પિંગલ નામે નિર્ગન્ધ રહેતો હતો. ( અહીં શ્રાવક અને નિગ્રન્થ બંને શબ્દો સાથે વપરાયેલ હોવાથી થોડો સંભ્રમ ઉત્પન્ન કરે છે. પણ અભયદેવસૂરિજીએ વૃત્તિમાં તેનું સ્પષ્ટીકરણ આપેલ છે તે પ્રમાણે નિર્ગુન્થનો અર્થ તો શ્રમણ સાધુ કર્યો જ છે. શ્રાવકનો અર્થ ભગવનના વચનરૂપ અમૃતને સાંભળવામાં રસિક એવો કર્યો છે. અર્થાત્ શ્રમણોપાસક ન સમજતા. “ભગવંતના વચન શ્રવણમાં પરમ રસિક સાધુ' એવો અર્થ સમજવો)
ત્યારપછી તે વૈશાલિક શ્રાવક એવા પિંગલ નામના નિર્પ્રન્થ કોઈ એક સમયે જ્યાં કાત્યાયન ગોત્રીય સ્કન્દક રહેતો હતો ત્યાં આવીને કાત્યાયન ગોત્રીય સ્કંદકને આક્ષેપપૂર્વક આ પ્રમાણે પૂછ્યું
હે માગધ ! (૧) શું લોક સાંત અંતસહિત છે કે, અંતરહિત–અનંત છે ? (૨) જીવ સાંત છે કે અનંત ? (૩) સિદ્ધિ સાંત છે કે અનંત છે ? (૪) સિદ્ધો સાંત છે કે અનંત ? (૫) કયા મરણથી મરતા એવા જીવ (નો સંસાર) વધે છે કે ઘટે છે ? તે પ્રશ્નોના તમે મને ઉત્તર આપો.
Jain Education International
ત્યારે જે વૈશાલિક શ્રાવક પિંગલ નિર્પ્રન્થે તે કાત્યાયન ગોત્રીય સ્કંદકને આ પ્રશ્નો પૂછયા, ત્યારે તે આ પ્રશ્નોનો ઉત્તર આમ હશે કે અન્ય ? એવા પ્રકારની શંકાવાળો; આ પ્રશ્નોનો ઉત્તર કઈ રીતે આપું ? એવા પ્રકારની કાંક્ષાવાળો, વિતિગિચ્છાવાળો, ભેદ સમાપન્ન અને કલેશયુક્ત થયો. પણ વૈશાલિક શ્રાવક પિંગલ નિર્પ્રન્થને કંઈપણ ઉત્તર આપવા માટે સક્ષમ ન થયો અને તેણે મૌન ધારણ કર્યું.
ત્યારે વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રન્થે કાત્યાયન ગોત્રીય સ્કંદકને ફરીથી બીજીવાર—ત્રીજીવાર પણ તે જ પ્રશ્નો પૂછયા કે હે માગધ – શું લોક સાંત છે કે અનંત ? યાવત્ જીવ કઈ રીતે મરે તો તેનો સંસાર વધે અથવા ઘટે ? તેનો મને તું ઉત્તર આપ.
For Private & Personal Use Only
―
www.jainelibrary.org