________________
८८
આગમ કથાનુયોગ-૩
ત્યારપછી જ્યારે તે વૈશાલિકશ્રાવક પિંગલનિર્ગથે કાત્યાયન ગોત્રીય સ્કંદકને ફરી બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રશ્રોને પૂછયા ત્યારે તે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સ, ભેદ સમાપન્ન અને કલેશસમાપન્ન થયો અને વૈશાલિકશ્રાવક પિંગલનિગ્રન્થને કંઈપણ ઉત્તર ન આપીને મૌન ધારણ કરીને રહ્યો. ૦ કંકનું ભ મહાવીરના દર્શનાર્થે કૃતંગલા જવું :
ત્યારપછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક – યાવત્ – રાજમાર્ગથી ઘણી મોટી ભીડના રૂપે અથવા જનસમૂહના રૂપે પર્ષદા નીકળી.
ત્યારપછી અનેક મનુષ્યોના મુખેથી ભ૦મહાવીરના આગમન સમાચાર સાંભળીને અને અવધારીને તે કાત્યાયન ગોત્રીય સ્કંદકના મનમાં આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ, વિચાર ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીની બહાર છત્રપલાશક નામના ચૈત્યમાં સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. તો હું જઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરીને, તેમનો સત્કાર સન્માન કરીને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ મહાવીર સ્વામીની પર્યપાસના કરીને આ પ્રકારના આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછું તો તે મારા માટે શ્રેયસ્કર થશે.
આ પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં પરિવ્રાજક મઠ હતો ત્યાં આવ્યો. આવીને ત્રિદંડ, કુંડી, રૂદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિક (એક પ્રકારનું આસન), કેસરિકા (કપડાનો ટુકડો), છત્રાલય, અંકુશ, પવિત્રી, ગણેત્રિકા, છત્ર, ઉપામહ, પાદુકા, ગેરુથી રંગેલ વસ્ત્રોને લીધા, લઈને પરિવ્રાજક મઠથી નીકળ્યો. નીકળીને ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિક, કેસરિકા, છત્રાલય, અંકુશ, પવિત્ર, ગણેત્રિકાને હાથમાં લઈને, છત્રને માથે ઓઢીને, ઉપાનહ પહેરીને, ગેરુથી રંગેલ વસ્ત્રો શરીર પર ધારણ કરીને શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી નીકળ્યો.
– નીકળીને જ્યાં કૃદંગલા નગરી હતી. જ્યાં છત્રપલાશક ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા. તે તરફ જવાને માટે ઉદ્યત થયો. ૦ ભમહાવીર દ્વારા ગૌતમને સ્કન્દક આગમન નિર્દેશ :
હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! તું આજ તારા પૂર્વના સંગતિકને જોઈશ.
હે ભગવન્! હું કોને જોઈશ ? ભગવંત મહાવીરે ઉત્તર આપ્યો, “સ્કંદ નામના પરિવ્રાજકને.” ગૌતમે પૂછ્યું, હું તેને ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલા સમયમાં જોઈશ ?
હે ગૌતમ ! તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલનો શિષ્ય કાત્યાયન ગોત્રીય સ્તંક નામનો પરિવ્રાજક રહેતો હતો – યાવત –
જ્યાં હું છું ત્યાં મારી તરફ આવવા ઉદ્યત થયો છે. તે આપણી નજીક પહોંચવા આવ્યો છે. તેણે ઘણો માર્ગ પસાર કરી લીધો છે, અડધે રસ્તો તો પહોંચી ગયો છે. હે ગૌતમ! તું આજે જ તેને જોઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org