________________
શ્રમણ કથાઓ
૮૧
બહુશાલક નામક ચૈત્યમાં યોગ્ય અવગ્રહને ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા અહીં પધારેલ છે.
હે દેવાનુપ્રિયે ! આવા પ્રકારના અર્હત્ત ભગવંતોનું નામ અને ગોત્રનું પણ શ્રવણ મહાન્ ફળદાયી છે તો પછી અભિગમન, વંદન, નમન, પૃચ્છા, પ્રતિપૃચ્છા અને પર્યપાસના કરવાના ફળ વિશે તો કહેવું જ શું? એક પણ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મહાનું ફળ મળે છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવા દ્વારા મહાનું ફળ મળે તેમાં કહેવાનું જ શું?
તેથી હે દેવાનુપ્રિયે ! આપણે જઈએ અને શ્રમણ ભગવંત મહાવીર વંદન કરીએ – થાવત્ – તેમની પર્યુપાસના કરીએ. તેઓ આપણને આ ભવ અને પરભવમાં હિત, સુખ, ક્ષમા, નિઃશ્રેયસ અને શુભ અનુબંધને માટે થશે. દેવાનંદ બ્રાહ્મણીએ કષભદત્ત બ્રાહ્મણની આ વાત... વિનયપૂર્વક સ્વીકારી. (દેવાનંદા વિષયક કથન માટે જુઓ દેવાનંદા કથાનક)
ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શીવ્ર ગતિ કરનારા, પ્રશસ્ત અને સદશ રૂપવાળા, સમાન ખૂર અને પૂછવાળા, સમાન સીંગડાવાળા, સુવર્ણના આભુષણોથી શૃંગારિત, પ્રશસ્ત ગતિવાળા ચાંદીની ઘંટિકાથી યુક્ત, સુવર્ણમય સૂતની નાથ દ્વારા બંધાયેલ નીલકમલ જેના મસ્તક પર બાંધેલ હોય એવા ઉત્તમ યુવા બળદ થકી યુક્ત, અનેક પ્રકારની મણિમય ઘંટીઓની માળાથી વ્યાસ, ઉત્તમ કાષ્ઠના બનેલા યૂપ જેમાં લાગેલ હોય, જેમાં જોતની દોરીઓ સારી રીતે લાગેલી હોય અને બહુ કુશળતાપૂર્વક જે બનાવાયેલ હોય એવા પ્રવર લક્ષણયુક્ત, ધાર્મિક શ્રેષ્ઠ યાનને તૈયાર કરાવી શીઘ લાવો. લાવીને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું નિવેદન કરો.
ત્યારે તે કૌટુંબિક પુરુષ ઋષભદત્ત બ્રાહ્મણના કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત મનવાળા થયા અને બંને હાથ જોડી અંજલિપૂર્વક આ પ્રમાણે બોલ્યા – હે સ્વામી ! તથારૂપ આપની આજ્ઞા માન્ય છે. આ પ્રમાણે કહીને વિનયપૂર્વક આજ્ઞાને સ્વીકારે છે. સ્વીકારીને તીવ્ર ગતિવાળા બળદ યુગલથી યુક્ત – યાવત્ – ધાર્મિક અને ઉત્તમ યાન (ર)ને શીઘ હાજર કરીને આજ્ઞા પાછી આપી.
ત્યારપછી ઋષભદત્ત બ્રાહ્મણે સ્નાન કર્યું – યાવત્ - અલ્પ પણ મહામૂલ્યવાનું આભરણોથી શરીરને અલંકૃત કરીને પોતાના ઘેરથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ધાર્મિક યાન પ્રવર હતું, ત્યાં આવ્યો. આવીને ધાર્મિક શ્રેષ્ઠ યાન પર આરૂઢ થયો. ૦ ઇષભદત્તનું ભગવંત દર્શનાર્થે ગમન :
ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની સાથે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર બેસીને પોતાના પરિવારની સાથે બ્રાહ્મણકુંડગ્રામ નગરના મધ્યભાગમાંથી નીકળીને જ્યાં બહુશાલક ચૈત્ય હતું, ત્યાં આવ્યો, આવીને છત્ર આદિ તીર્થકરના અતિશયોને જુએ છે. જોઈને ધાર્મિક યાન પ્રવરને ઊભો રખાવ્યો. રખાવીને ધાર્મિક યાન પ્રવરથી નીચે ઉતરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ પ્રકારના અભિગમોપૂર્વક ગયો.
For Private & Personal Use Only
www.jainelibrary.org