________________
આગમ કથાનુયોગ–3
આ અભિગમો આ પ્રમાણે છે સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો – યાવત્ – ત્રણ પ્રકારની ઉપાસના દ્વારા ઉપાસના કરે છે. શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને વંદના—નમસ્કાર કર્યા. કરીને બંને હાથ જોડીને ભગવંતની ઉપાસના કરે છે.
૦ ભગવંત દ્વારા ધર્મકથન ઋષભદત્તની દીક્ષા :–
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ અને તે વિશાળતમ ઋષિપર્ષદાને યાવત્ - યોજન પર્યંતમાં વ્યાપ્ત થનારા સ્વરથી અર્ધમાગધી ભાષામાં ધર્મકથન કર્યું – યાવત્ – પર્ષદા પાછી ગઈ.
ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં અવધારીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો. ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો
૮૨
-
હે ભગવંત ! તે એ જ પ્રમાણે છે યાવત્ જે આપ કહો છો તે જ પ્રમાણે છે, એવું કહીને ઇશાનખૂણામાં જાય છે. જઈને સ્વયમેવ આભરણ, માળા, અલંકારોને ઉતારે છે. ઉતારીને આપમેળે પંચમુષ્ટી લોચ કર્યો, લોચ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના—નમસ્કાર કર્યા, વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવંત ! જરા અને મરણથી આ લોક ચારે તરફથી આલિસ છે, હે ભગવંત! પ્રજ્વલિત છે. હે ભગવંત ! આલિસ—પ્રજ્વલિત ઉભયરૂપ છે. એ પ્રમાણે સ્તંક તાપસની માફક ઋષભદત્ત પ્રવ્રુજિત થયા.
૦ ભગવંત દ્વારા ઋષભદત્તને શિક્ષા :--
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સ્વયં ઋષભદત્ત બ્રાહ્મણને પ્રવ્રુજિત કર્યા, સ્વયં મુંડિત કર્યા, સ્વયં શિક્ષા આપી. સ્વયં પ્રશિક્ષા આપી, સ્વયં જ આચાર, ગોચર, વિનય, સંયમ, ચરણ—કરણ આદિ પ્રવૃત્તિ વિષયક ધર્મકથન કર્યું.
હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવું જોઈએ, આ પ્રમાણે ઊભા રહેવું જોઈએ, આ પ્રમાણે બેસવું જોઈએ, આ પ્રમાણે વિચરવું જોઈએ. આ પ્રમાણે આહાર કરવો જોઈએ, આ પ્રમાણે બોલવું જોઈએ, આ પ્રમાણે સંયમમાં ઉદ્યત થઈને અર્થાત્ જયણા પાલન કરતા એવા પ્રાણીઓ, ભૂતો, જીવો, સત્ત્વોની પ્રતિ સંયમ પાળવો જોઈએ. સંયમમાં કિંચિત્ માત્ર પ્રમાદ કરવો નહીં.
-
૦ ઋષભદત્તનું મોક્ષ ગમન :
ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવંતના આ ધર્મોપદેશને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરે છે – યાવત્ – સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, કરીને ઘણાં જ ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત, દ્વાદશભક્ત, માસ–અર્ધ માસક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મ દ્વારા આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org